Honda નો નવો પ્લાન, એક 'ઈંજેક્શન'થી 10% વધી જશે તમારી Activa ની માઈલેજ
Trending Photos
એક ઈંજેક્શનથી તમારા સ્કૂટરની માઈલેજ વધી શકે છે. તે પણ 10 ટકા વધુ. સાંભળીને વિશ્વાસ થતો નથી. પરંતુ આ શક્ય છે. તમારા હોંડા (Honda) એક્ટિવા 10% વધુ માઇલેજ આપશે. જોકે આ છે હોંડાનો આગામી પ્લાન. હોંડા ટૂ વ્હીલર્સ એવી યોજના પર કામ કરી રહી છે, જેથી આ સૌથી વધુ વેચાનાર સ્કૂટરની માઇલેજ વધુ સારી થઇ જશે. કંપનીનું કહેવું છે કે આ દુનિયામાં બેસ્ટ સેલર એટલા માટે છે કારણ કે આ ટકાઉ હોવાથી સાથે-સાથે વ્યાજબી પણ છે.
આવશે ફ્યૂલ ઈંજેક્શન ટેક્નિક
એક મીડિયા રિપોર્ટ અનુસાર જાપાને આ ટૂ વ્હીલર દિગ્ગજે 110 સીસી અને 125 સીસીની ફ્યૂલ એફિશિયંસી પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેને BS6 એમિશન નોર્મ્સના અનુરૂપ બનાવવામાં આવી રહ્યું છે. કારટોકના સમાચાર અનુસાર હોંડા નવા એક્ટિવા સ્કૂટરમાં ફ્યૂલ ઈંજેક્શન ટેક્નોલોજી લાવી રહ્યું છે. તેનું લક્ષ્ય આ ટેક્નોલોજીમાં ફેરફાર દ્વારા 10% માઈલેજ વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે.
કેવી રીતે કામ કરે છે ફ્યૂલ ઈંજેક્શન ટેક્નોલોજી
મલ્ટી ફ્યૂલ ઈંજેક્શન સિસ્ટમ, ફ્યૂલ ઈંજેક્ટ કરતી વખતે તેની માત્રાને કંટ્રોલ કરે છે. તેમાં દરેક સિલેંડરમાં ફ્યૂલની સપ્લાઇ માટે ઘણા ઈંજેક્ટર લાગેલા હોય છે.
કેટલા પ્રકારના હોય છે ફ્યૂલ ઈંજેક્શન
આ બે પ્રકારના હોય છે, D-MPFi અને i-MPFi, D-MPFi માં સિલેંડર પહેલા હવાને લે છે, જેના લીધે ECU (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ)ને મોકલે છે, ત્યારબાદ એન્જીનથી જોડાયેલા RP સેંસર પણ ECU ને સિગ્નલ આપે છે.
આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા
સૌથી વધુ વેચાનાર ટૂ-વ્હીલર
એક્ટિવા ઓક્ટોબરમાં બે કરોડના આંકડાને પાર કરી ગયો હતો. આ પહેલાં આ દેશનું સૌથી વધુ વેચાનાર ટૂ-વ્હીલર બની ગયું છે. એક્ટિવાએ આ મામલે હીરો મોટોકોર્પની સ્પલેંડર (Splender) સુધી પાછળ છોડી દીધું છે. આ સાથે જ એક્ટિવા દુનિયાભરમાં સૌથી વધુ વેચાનાર દ્વિચક્રી વાહન પણ છે.
હોંડાનું લેટેસ્ટ એક્ટિવા 5G
હોંડાએ આ વર્ષે ઓટો એક્સપોમાં એક્ટિવા 5G લોંચ કર્યું હતું. સ્કૂટરના બે વર્જન viz STD અને DLX લોંચ કરવામાં આવ્યા હતા. તેની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 52,460 રૂપિયા છે. DLX વર્જનની એક્સ-શો રૂમ કિંમત 54,325 રૂપિયા છે. કંપનીએ પોતાના આ સ્કૂટરમાં ઘણા ફિચર્સ ઉમેર્યા હતા. ત્યારબાદ તેના વેચાણમાં વધુ તેજી આવી. નવા હોંડા એક્ટિવા 5G માં સૌથી મોટો ફેરફરા LED હેડલેંપને લઇને કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે