Taj Mahal: આ કારણથી પરેશાન હતો યુવક, તો આપી દીધી તાજમહેલ ઉડાવી દેવાની ધમકી, પોલીસે દબોચી લીધો
ઐતિહાસિક ધરોહર તાજમહેલ (Taj Mahal) પરિસરમાં બોમ્બના થી હડકંપ મચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: ઐતિહાસિક ધરોહર તાજમહેલ (Taj Mahal) પરિસરમાં બોમ્બના ખબરથી હડકંપ મચી ગયો છે. પ્રેમની નિશાની એવા તામજમહેલને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે. પોલીસે સુરક્ષા કારણોસર તાજમહેલના બંને દરવાજા બંધ કરી નાખ્યા છે. બીડીએસ, પોલીસ અને CISF ના જવાનો ત્યાં હાજર હતા. તાજમહેલ પરિસરમાં સર્ચ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. જો કે સર્ચ અભિયાનમાં બોમ્બ મળ્યો નહીં. પોલીસના જણાવ્યાં મુજબ આરોપી યુવકની ફિરોઝાબાદથી ધરપકડ કરાઈ છે.
Bomb Disposal Squad & other teams carried out extensive search at Taj Mahal premises. No such object has been found yet. Man who called up to give info (of bomb) will soon be traced. I'd like to assure you that there's 99% chances of it being hoax call: A Satish Ganesh, IG Agra pic.twitter.com/MfkmwBrBoA
— ANI UP (@ANINewsUP) March 4, 2021
આ મામલે આગ્રા એસપીએ જણાવ્યું કે આ એક ફેક કોલ હતો. સઘન તપાસ બાદ પર્યટકો માટે તાજમહેલના બંને ગેટ ફરી ખોલી નાખવામાં આવ્યા છે. કોલ કરનારો યુવક ફિરોઝાબાદથી પકડાયો છે. નોકરી ન મળવાના કારણે તે પરેશાન હતો. તેણે 8318881301 નંબરના 112 માં કોલ કર્યો હતો.
We'd received info from control room that a man called them up saying that there are discrepancies in military recruitment & he wasn't recruited. A Bomb is kept at Taj Mahal which will explode soon. Security check is being done around Taj Mahal: Shiv Ram Yadav, SP (Protocol) Agra pic.twitter.com/crr8x8sb43
— ANI UP (@ANINewsUP) March 4, 2021
અત્રે જણાવવાનું કે અજ્ઞાત વ્યક્તિ દ્વારા 112 પર તાજમહેલમાં બોમ્બ હોવાની સૂચના અપાઈ હતી. ADG આગ્રા ઝોન રાજીવ કૃષ્ણાએ આ અંગે પુષ્ટિ કરી હતી. સુરક્ષા કારણોસર પર્યટકોનો તાજમહેલમાં પ્રવેશ બંધ કરી દેવાયો હતો. તાજમહેલ સંપૂર્ણ ખાલી કરાવી દેવાયો હતો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે