આઝમ ખાનના વિવાદિત નિવેદન પર સુષમાએ મુલાયમને કહ્યું- 'ભાઈ...તમારી સામે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે'

લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પાર્ટીઓના નેતાઓના છાશવારે વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. આ જ કડીમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને રામપુરમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જયા પ્રદા સામે આપેલા નિવેદને મોટો વિવાદ સર્જ્યો છે.

આઝમ ખાનના વિવાદિત નિવેદન પર સુષમાએ મુલાયમને કહ્યું- 'ભાઈ...તમારી સામે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે'

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પાર્ટીઓના નેતાઓના છાશવારે વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યાં છે. આ જ કડીમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાને રામપુરમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર જયા પ્રદા સામે આપેલા નિવેદને મોટો વિવાદ સર્જ્યો છે. મહિલા આયોગે પણ તેને ગંભીરતાથી લીધુ છે. આયોગે આઝમ ખાન પાસે જવાબ માંગ્યો છે અને હવે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ તેમને ફટકાર લગાવી છે. સુષમાએ ટ્વિટ કરીને લખ્યું કે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન સાધવાની ભૂલ ન કરે. 

સુષમા સ્વરાજે સોમવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે મુલાયમભાઈ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ન કરો. સુષમા સ્વરાજે આ ટ્વિટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે. 

લોકસભા ચૂંટણી 2019: આઝમખાને મર્યાદા ઓળંગી, જયાપ્રદા વિશે આપ્યું આવું નિવેદન
ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાને આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયાપ્રદા અંગે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. તેણે જયાપ્રદા વિશે ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. 

આઝમખાને રામપુરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, "આપણે જેને આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે જેને 10 વર્ષ સુધી તમારા પ્રતિનિધિ બનાવ્યા, તેની અસલિયત જાણવામાં તમને 17 વર્ષ લાગી ગયા. હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે તેમના અંદરનું અંડરવિયર ખાખી રંગનું છે."

— Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) April 15, 2019

ઉલ્લેખનીય છે કે, જયાપ્રદાએ વર્ષ 2004 અને 2009ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. 2010માં તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેવા અને અમર સિંહ સાથે સંપર્કમાં રહેવાને કારણે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 

જુઓ LIVE TV

આઝમ ખાનના નિવેદનનો જવાબ આપતા જયા પ્રદાએ પુરાનેગંજમાં એક સભા દરમિયાન આઝમ ખાનને ભાઈ સંબોધિત કરતા કહ્યું કે, "મેં ક્યારેય તમને અભદ્ર શબ્દ કહ્યા નથી. આ મારા સંસ્કાર છે. હું તમારી સામે આવીને પણ બોલી શકું છું કે તમે જૂઠ્ઠા છો. તમે જૂઠ બોલીને ભ્રમ ફેલાવો છો, જેથી હું રામપુરમાંથી ભાગી જાઉં."

આઝમ ખાન હંમેશાં તેમના વિવાદિત નિવેદનને મુદ્દે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ આઝમ ખાને જયા પ્રદાને એક નાચનારી જણાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news