મની લોન્ડ્રિંગ કેસમાં ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે
INX મીડિયા હેરાફેરી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ (Money Laundring) કેસમાં પી ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. જોકે 28 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચિદંબરમની જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ED એ પી ચિદંબરમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: INX મીડિયા હેરાફેરી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ (Money Laundring) કેસમાં પી ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવશે. જોકે 28 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે ચિદંબરમની જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ED એ પી ચિદંબરમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પી ચિદંબરમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું રંગા બિલ્લા નથી, તો મને કેમ જેલમાં રાખવામાં આવી રહ્યો છે, તેના જવાબમાં આ અપરધાની ગ્રેવિટી સમાજ પર ઇમ્પેક્ટ નાખે છે.
ઇડીએ સુપ્રીમ કોર્ટેમાં કહ્યું હતું કે તે કાર્તિ ચિદંબરમની ધરપકડ કરવા માંગે છે બસ પ્રોટેક્શન દૂર કરતાં જ કાર્તિ ચિદંબરમની ધરપકડ કરી લઇશું. તુષાર મહેતાએ કહ્યું હતું કે ઇડી કેસમાં કાર્તિ ચિદંબરમની ધરપકડ થવાની છે. તેમણે અત્યાર સુધી આગોતરા જામીનની અરજી કરી નથી. PMLAની કેટલીક જોગવાઇને તેમણે પડકારી છે જોકે કોર્ટમાંન તે જોગવાઇઓ પર સ્ટેટ લગાવવાના લીધે તે અત્યાર સુધી બચી ગયા છે. કોર્ટનો સ્ટે દૂર થતાં તેમની ધરપકડ થશે.
તુષાર મહેતાએ કહ્યું હતું કે ચિદંબરમ એટલા પ્રભાવશાળી છે કે એક સાક્ષી ચિદંબરમની સમક્ષ નિવેદન આપતાં પાછી પાની કરી લે છે, આ તેમનો પ્રભાવ હતો કે સાક્ષી સામનો કરવાની ના પાડી દે છે. અમે તેનું નિવેદન નોંધ્યું છે જે સીલબંધ કવરમાં કોર્ટેને આપ્યું છે.
સામાન્ય વ્યક્તિનો સિસ્ટમ પરથી વિશ્વાસ ખતમ થઇ જશે, આરોપી ફાઇનાન્સ મિનિસ્ટરના પદ પર હતા. એસજીએ કહ્યું હતું કે એક સાક્ષીએ તેમની સાથે સામ-સામે બેસવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તે ખૂબ પ્રભાવશાળી છે, તુષાર મહેતાએ કહ્યું હતું કે શું અમે ત્યારે જ નક્કી કરીશું કે જ્યારે ગુનો કરનાર રંગા બિલ્લા હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે