30 કલાક વિત્યા છતાં સુરતની આગ કાબૂમાં આવી નથી, આગની જ્વાળા ફરી ભભૂકી

સુરત (Surat) માં ગઈકાલે સવારે રઘુવીર કાપડ માર્કેટ (Raghuvir Textile Market) માં મોટી આગ લાગી હતી. આ આગનો બનાવ જોઈને લોકોને તક્ષશીલા આર્કેડ (takshila fire) માં લાગેલી આગ યાદ આવી ગઈ. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. પરંતુ આજના અપડેટ એ છે કે, 30 કલાક વીતી ગયા છતા પણ રઘુવીર માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવી શકી નથી. નાની નાની જગ્યાઓએ આગ લાગવાનું હજી પણ ચાલુ જ છે. ફાયરની તમામ ગાડીઓ હજી પણ ઘટના સ્થળે છે. ગઈકાલે આખી રાત ફાયર દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો, છતા આગ હજી પણ બેકાબૂ છે. 
30 કલાક વિત્યા છતાં સુરતની આગ કાબૂમાં આવી નથી, આગની જ્વાળા ફરી ભભૂકી

ચેતન પટેલ/સુરત :સુરત (Surat) માં ગઈકાલે સવારે રઘુવીર કાપડ માર્કેટ (Raghuvir Textile Market) માં મોટી આગ લાગી હતી. આ આગનો બનાવ જોઈને લોકોને તક્ષશીલા આર્કેડ (takshila fire) માં લાગેલી આગ યાદ આવી ગઈ. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. પરંતુ આજના અપડેટ એ છે કે, 30 કલાક વીતી ગયા છતા પણ રઘુવીર માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવી શકી નથી. નાની નાની જગ્યાઓએ આગ લાગવાનું હજી પણ ચાલુ જ છે. ફાયરની તમામ ગાડીઓ હજી પણ ઘટના સ્થળે છે. ગઈકાલે આખી રાત ફાયર દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો, છતા આગ હજી પણ બેકાબૂ છે. 

તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું

કુલિંગની કામગીરી બાદ બિલ્ડીંગ સીલ કરાશે
સુરતમાં ગઈકાલે લાગેલી આગ બાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી કરાયા બાદ બિલ્ડીંગ સીલ કરવામાં આવશે. ભીષણ આગને કારણે 300 કરોડથી વધુનું નુકસાન થયું છે. ત્યારે કરોડોના નુકસાનીનો સામનો કરી રહેલા વેપારીઓ આજે ચોધાર આસુંએ રડી રહ્યાં છે.  નુકસાનીનો સામનો કરતાં વેપારીઓ મીડિયાની સામે પોતાના આસું રોકી શક્યા ન હતા. ત્યારે સવાલ એ છે કે, કોણ વેપારીઓના આ નુકસાનની ભરપાઈ કરશે? 

આગ બાદ બેઠક બોલાવાઈ
આગની ઘટના બાદ મ્યુનિ.કમિશનર દ્વારા તાત્કાલિક મીટિંગ બોલાવાઈ હતી. મ્યુ.કમિશનરની અધ્યક્ષતામાં આર્કિટેક્ટ, વેપારી, બિલ્ડરની મીટિંગ યોજાઈ હતી. જેમાં એલિવેશન કઈ રીતે રાખવું, આગમાં ડિસ્ટબન્સ ન થાય તે માટે શુ કરવું જેવી મહત્વની બાબતો પર ચર્ચા વિચારણા થશે. બિલ્ડીંગનો રિપોર્ટ કાઢવામાં આવશે. જો બિલ્ડીંગ ભયજનક હશે તો આખેઆખી ઉતારી લેવામાં આવશે તેવુ પણ નક્કી કરવામાં આવ્યું છે.

વેપારીની વાત બિલ્ડરે ન સાંભળી
રઘુવીર માર્કેટમાં લાગેલી આગના કિસ્સામાં વેપારીઓ બિલ્ડર સામે રોષ ઠાલવી રહ્યાં છે. વેપારીઓ આ ઘટના માટે બિલ્ડરને જવાબદાર ગણી રહ્યાં છે. એક વેપારીએ જણાવ્યું કે, આગ લાગતા જ અમે બિલ્ડર ચંદુભાઈ કરોટને માલ બહાર કાઢવા વિનંતી કરી હતી. જોકે બિલ્ડર દ્વારા પોતે મીટિંગમાં હોવાનું રટણ રટ્યું હતું. જેને કારણે તેમનો 3 કરોડનો માલ આગમા બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે ચોધાર આસુંએ રડી પડેલા વેપારીએ બિલ્ડર વિરુદ્ધ કડડ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

આ ભીષણ આગમાં 4 કરોડ લીટર પાણીનો મારો કર્યો છે છતાંપણ આગ કાબુમાં આવી નથી રહી. આટલા કલાકો બાદ પમ 60 જેટલા ફાયર ફાઇટર સાથે 250 જવાન હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આખી રાત અહીં આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગઇકાલે આ આગને બુઝાવવા માટે 90થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતાં. 200 ફાયર જવાનોનો કાફલો આગ પર કાબૂ મેળવવા કલાકોથી મથામણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બિલ્ડિંગમાં 500થી વધુ દુકાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news