Religion Conversion Case: દબાણ કે લાલચથી ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કહ્યું- આનાથી દેશની સુરક્ષા સામે ખતરો

SC On Religion Conversion Case: સુપ્રીમ કોર્ટે છેતરપિંડી કે લાલચથી ધર્મ પરિવર્તનને અયોગ્ય ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને 22 નવેમ્બર સુધી આ મુદ્દે જવાબ આપવાનું કહ્યું છે. 

Religion Conversion Case: દબાણ કે લાલચથી ધર્મ પરિવર્તન પર સુપ્રીમ કોર્ટ ગંભીર, કહ્યું- આનાથી દેશની સુરક્ષા સામે ખતરો

નવી દિલ્હીઃ Religion Conversion Case: દબાણ, છેતરપિંડી કે લાલચથી ધર્મ પરિવર્તનને સુપ્રીમ કોર્ટે ગંભીર મામલો ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે આ ન માત્ર ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ પરંતુ દેશની સુરક્ષાને પણ ખતરો પહોંચાડવાની વાત છે. કોર્ટે ગેરકાયદેસર ધર્માંતરણ વિરુદ્ધ કાયદાની માંગ પર કેન્દ્ર સરકારને 22 નવેમ્બર સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે. આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે. 

23 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહની અધ્યક્ષતાવાળી બેંચે ખોટી રીતે ધર્માંતરણ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ પર નોટિસ જાહેર કરી હતી. અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે દબાવ, લાલચ કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરાવનાર વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ કરી હતી. તેમણે પોતાની અરજીમાં દબાવને કારણે આત્મહત્યા કરનારી લાવણ્યાના મામલા સહિત બીજી ઘટનાઓનો હવાલો આપ્યો હતો.

શું છે લાવણ્યા કેસ?
તમિલનાડુના તંજાવુરની 18 વર્ષની વિદ્યાર્થિની લાવણ્યાએ આ વર્ષે 19 જાન્યુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં લાવણ્યાએ કહ્યું હતું કે તેની સ્કૂલ સેક્રેડ હાર્ટ હાયર સેકેન્ડરી તેના પર ઈસાઈ બનવા માટે દબાણ બનાવી રહી છે. તેના માટે સતત કરવામાં આવી રહેલા દબાણને કારણે તે પોતાનો જીવ આપી રહી છે. મદ્રાસ હાઈકોર્ટે ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. 

ગેરકાયદેસર ધર્માંતરણ પર નોટિસ
પાછલી સુનાવણીમાં અરજીકર્તાઓએ જજોને જણાવ્યું હતું કે લાવણ્યા કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે, તેથી હવે તે માંગ પર સુનાવણીની જરૂર નથી. આ પ્રકારની ઘટનાઓ પાછળ છુપાયેલા કારણોને ખતમ કરવા જરૂરી છે.

ઉપાધ્યાયે કોર્ટને જણાવ્યું કે કેટલાક રાજ્યોએ છેતરપિંડી, લાલચ કે અંધવિશ્વાસ ફેલાવી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવી રાખ્યો છે પરંતુ રાષ્ટ્રીય સ્તર પર કોઈ કાયદો નથી. આ પ્રકારના ઢીલા વલણથી સમસ્યાને દૂર ન કરી શકાય. ધર્મ પરિવર્તન માટે મોટા પાયે વિદેશી ફન્ડિંગ થઈ રહ્યું છે. આ બધા પર ધ્યાન આપવાની જરૂર છે. થોડા સમય સુધી વકીલોની વાતોને સાંભળ્યા બાદ જજોએ સ્વીકાર્યું કે આ એક ગંભીર વિષય છે. ત્યારબાદ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને નોટિસ જારી કરી હતી. 

કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
અત્યાર સુધી સરકારનો જવાબ દાખલ ન થવા પર આજે જજોએ નારાજવી વ્યક્ત કરી. જસ્ટિસ શાહે સોલિસીટર જનરલ તુષાર મેહતાને કહ્યુ- આ દેશની સુરક્ષા સાથે જોડાયેલો મામલો પણ છે. તમે કહી રહ્યાં છો કે કેટલાક રાજ્યોએ કાયદા બનાવ્યા છે પરંતુ અમે કેન્દ્ર સરકારનું વલણ જાણવા ઈચ્છીએ છીએ. તમે 22 નવેમ્બર સુધી જવાબ દાખલ કરો. 28 તારીખે સુનાવણી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news