Marital Rape: પત્ની સાથે પતિના બળજબરીથી સંબંધ બળાત્કાર છે કે નહીં? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ

Court News: એક સર્વે અનુસાર દેશમાં 29 ટકાથી વધુ મહિલાઓ છે જે પતિ દ્વારા યૌન હિંસાનો સામનો કરે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આ અંતર વધુ છે. 

Marital Rape: પત્ની સાથે પતિના બળજબરીથી સંબંધ બળાત્કાર છે કે નહીં? સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકારી નોટિસ

નવી દિલ્હીઃ Supreme Court On Marital Rape: મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. હવે આ મામલાની આગામી સુનાવણી ફેબ્રુઆરી 2023માં થશે. કોર્ટે નક્કી કરવાનું છે કે પતિનો પત્ની સાથે બળજબરીપૂર્વકનો સંબંધ બળાત્કાર છે કે નહીં. 11 મેએ દિલ્હી હાઈકોર્ટના 2 જજોએ આ મામલામાં અલગ-અલગ ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ આ મામલો દેશની સૌથી મોટી કોર્ટમાં આવ્યો છે. 

ભારતીય કાયદામાં મેરિટલ રેપ ગુનો નથી
નોંધનીય છે કે ભારતીય કાયદામાં મેરિટલ રેપ ગુનો નથી. પરંતુ એક લાંબા સમયથી તેને ગુનો જાહેર કરવાની માંગ ઘણા સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજીકર્તાએ અરજી દાખલ કરી તેને આઈપીસીની કલમ 375 (દુષ્કર્મ) હેઠળ વૈવાહિક દુષ્કર્મ તરીકે લેવાની માંગ કરી હતી. હાઈકોર્ટમાં બંને જજોની આ મામલા પર સહમતિ નહોતી ત્યારબાદ કોર્ટે 3 જજોની બેંચમાં આ મામલો મોકલવાનો નિર્ણય લીધો. 

હાઈકોર્ટના બે જજનો અલગ-અલગ નિર્ણય
હાઈકોર્ટમાં જજ રાજીવ શકધર (Judge Rajiv Shakdher) એ તેને વૈવાહિક બળાત્કાર અપવાદને રદ્દ કરવાનું સમર્થન કર્યું તો હરિ શંકર જજ (Hari Shankar Judge) નું કહેવું હતું કે આઈપીસી હેઠળ અપવાદ બંધારણીય નથી. 

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે શું કહે છે?
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વે (National Family Health Survey) અનુસાર, દેશમાં 29 ટકાથી વધુ મહિલાઓ છે જે પતિ દ્વારા યૌન હિંસાનો સામનો કરે છે. જાણવા મળ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આ અંતર વધુ છે. ગામડામાં 32 ટકા તો શહેરી વિસ્તારમાં 24 ટકા મહિલાઓ તેનો શિકાર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news