ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

રાજ્યપાલે 30 જૂને ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવાનું કહ્યું છે. તેવામાં શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે બહુમતનો નિર્ણય ગૃહમાં જ થશે. 

ઉદ્ધવ સરકારને ઝટકો, મહારાષ્ટ્રમાં કાલે જ થશે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના નિર્ણય સામે સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. નોંધનીય છે કે શિવસેનાએ રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી. હવે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ફ્લોર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવતું નથી. એટલે કે મહારાષ્ટ્રમાં રાજ્યપાલના નિર્દેશ પ્રમાણે ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ થશે. 

સુપ્રીમમાં શું બોલ્યા શિંદે જૂથના વકીલ
શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલને સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે નારાજ જૂથમાં કેટલા સભ્ય છે. કૌલે જવાબ આપ્યો કે 55માંથી 39 અલગ થઈ ચુક્યા છે. શિંદે જૂથ તરફથી કૌલે કહ્યુ કે, અમે નારાજ નથી, અસલી શિવસેના છીએ, કારણ કે અમારી પાસે બહુમત છે. બળવાખોર ધારાસભ્યો તરફથી સીનિયર વકીલ મનિંદર સિંહ પણ રજૂ થયા હતા. તેમણે કહ્યું, કોર્ટ હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવા માટે બેઠી છે ન કે તેને ટાળવા માટે. તેમણે કહ્યું કે શિવસેનાની પાસે માત્ર 16 ધારાસભ્યો છે. જ્યારે અમારી પાસે 39 ધારાસભ્યો છે. 

ફ્લોર ટેસ્ટમાં જેટલો વિલંગ, તેનાથી લોકતંત્રને વધુ નુકસાન
નીરજ કિશન કૌલે શિવરાજ સિંહ ચૌહાણ (2000)માં સુપ્રીમ કોર્ટના નિર્ણયને વાંચ્યો, જેમાં વિશ્વાસ મત આ મુદ્દાથી એક અલગ રીતે સંચાલિત થાય છે શું ધારાસભ્યોના રાજીનામાને સ્વચ્છાએ સ્વીકાર્યા છે કે આર્ટિકલ 10 પ્રમાણે નિર્ણય થયો. કૌલે તર્ક આપ્યો કે તમે શક્તિ પરિક્ષણમાં જેટલો વિલંબ કરશો, લોકતાંત્રિક રાજનીતિને પણ એટલું નુકસાન થશે. 

સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલ તુષાર મેહતાની દલીલ
સુપ્રીમ કોર્ટમાં સોલિસીટર જનરલ તુષાર મેહતાએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરે ખુદ સભ્ય પદ રદ્દ કરવા માટે બે દિવસનો સમય આપ્યો હતો. લોકતંત્રમાં ફ્લોર ટેસ્ટથી જ બહુમત પર નિર્ણય સંભવ છે. ઘણા નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. હવે ડેપ્યુટી સ્પીકર કહી રહ્યાં છે કે 24 કલાકમાં નિર્ણય કેમ? 

શિવસેના તરફથી વકીલ સિંઘવીએ કહ્યુ કે, જો ડેપ્યુટી સ્પીકર રાજકીય હોય શકે છે તો રાજ્યપાલ કેમ નહીં. રાજ્યપાલ કોઈ પવિત્ર ગાય નથી અને ડેપ્યુટી સ્પીકર રાજકીય. રાજ્યપાલે નેતા વિપક્ષ સાથે વાત કરી પરંતુ મુખ્યમંત્રી સાથે વાત ન કરી. તેમણે સરકાર સાથે ચર્ચા કરી નહીં. આ અનુમાન પર કાર્ય થઈ શકે નહીં. આ રાજ્યપાલે એક વર્ષ સુધી એમએલસીએ ઉમેદવારીની મંજૂરી આપી નહીં. 

સુપ્રીમ કોર્ટના સવાલ, સિંઘવીના જવાબ
પરંતુ અભિષેક મનુ સિંઘવીની દલીલ પર સુપ્રીમ કોર્ટે સવાલ પૂછ્યો કે શું ફ્લોર ટેસ્ટ માટે કોઈ સમય હોય છે. શું બંધારણમાં એવું લખ્યું છે કે જો ફ્લોર ટેસ્ટ થાય તો સરકાર બદલી જાય છે, તો બીજીવાર ફ્લોર ટેસ્ટ ન કરી શકાય?

કોર્ટે તે પણ સવાલ કર્યો કે શું ફ્લોર ટેસ્ટ 10 કે 15 દિવસમાં બીજીવાર ન થઈ શકે જો પરિસ્થિતિ બદલે છે તો? બંધારણમાં તેને લઈને શું જોગવાઈ છે? તેના પર સિંઘવીએ કહ્યુ કે ફ્લોર ટેસ્ટ બહુમત જાણવા માટે હોય છે. તેમાં તે વાતની ઉપેક્ષા ન કરી શકીએ કે કોણ વોટ આપવા માટે યોગ્ય છે, કોણ નહીં. સ્પીકરના નિર્ણય પહેલા મતદાન ન થવું જોઈએ. તેમના નિર્ણય બાદ ગૃહની સ્થિતિ બદલશે. 

પરંતુ કોર્ટ આ દલીલથી સંતોષ જોવા મળી. તેમણે ફરી સિંઘવીને સવાલ પૂછ્યો કે અયોગ્યતાનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. જે અમે નક્કી કરીશું કે નોટિસ કાયદેસર છે કે નહીં? પરંતુ ફ્લોર ટેસ્ટ કઈ રીતે પ્રભાવિત થઈ રહ્યો છે? તેના પર સિંઘવી જણાવે છે કે અયોગ્યતાને લઈને જો સ્પીકર નિર્ણય લે છે અને અયોગ્ય ગણાવે છે તો નિર્ણય 21/22 જૂનથી લાગૂ થશે. જ્યારે તેમણે નિયમોને તોડ્યા છે, તે દિવસથી વિધાનસભાના સભ્ય માનવામાં આવશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news