સેન્ટ્રલ વિસ્ટા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમનું કડક વલણ, અરજીકર્તાને લગાવી ફટકાર

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકાર આપવા અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી આપવા અને તેના માટે જમીન ઉપયોગમાં ફેરફાર સહિત અનેક બિંદુઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

સેન્ટ્રલ વિસ્ટા સાથે જોડાયેલી અરજી પર સુપ્રીમનું કડક વલણ, અરજીકર્તાને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સાથે જોડાયેલી એક અરજીને નકારી દીધી છે. અરજીમાં પ્રોજેક્ટ હેઠળ બની રહેલ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના સરકારી આવાસને ત્યાંથી હટાવીને બીજી જગ્યાએ બનાવવાની માંગ કરવામાં આવી હતી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકાર આપવા અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓમાં પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી આપવા અને તેના માટે જમીન ઉપયોગમાં ફેરફાર સહિત અનેક બિંદુઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

સર્વોચ્ચ અદાલત રાજીવ સૂરી દ્વારા દાખલ એક અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પ્લોટ નંબર એકનો ઉપયોગ રિક્રિએશન સુવિધાઓ માટે થવાનો હતો, પરંતુ તેનો ઉપયોગ આવાસ માટે કરવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે, ત્યાં કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી બનાવવામાં આવી રહી નથી પરંતુ ઉપરાષ્ટ્રપતિનું આવાસ બનાવવામાં આવી રહ્યું છે. જેથી ચારે તરફ હરિયાળી હોવાનું નક્કી છે. યોજનાને અધિકારીઓ દ્વારા પહેલા મંજૂરી આપી દેવામાં આવી છે. તમે તે પ્રક્રિયામાં દુર્ભાવનાનો આરોપ લગાવી રહ્યાં નથી. 

હકીકતમાં અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેન્ટ્રલ વિસ્ટા દ્વારા આ ક્ષેત્રમાં સામાન્ય લોકોની અવર-જવર ઓછી થઈ જશે. તેના પર સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે શું હવે સામાન્ય વ્યક્તિને પૂછીને ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનું આવાસ બનવું જોઈએ. ન્યાયમૂર્તિ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ કે, આ નીતિગત મામલો છે. દરેક વસ્તુની આલોચના કરી શકાય છે, પરંતુ રચનાત્મક આલોચના થવી જોઈએ. 

ઉપરાષ્ટ્રપતિનું આવાસ બીજે કેમ હોઈ શકે? તે જમીનનો ઉપયોગ હંમેશા સરકારી કામો માટે થતો રહ્યો છે. તમે કઈ રીતે કહી શકો કે એકવાર મનોરંજન ક્ષેત્ર માટે લિસ્ટ થયા બાદ તેને ક્યારેય ન બદલી શકાય? ભલે તેને ક્યારેક મનોરંજન ક્ષેત્ર બનાવવામાં આવ્યું હોય. શું અધિકારી ક્ષેત્રના સમગ્ર વિકાસ માટે તેને સંશોધિત ન કરી શકે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news