સુનંદા પુષ્કર હત્યા કેસ : શશિ થરૂર સામે ચાલશે કેસ, 7 જુલાઇએ થશે કોર્ટમાં હાજરી
સુનંદા પુષ્કર મોત મામલે શશિ થરૂરની પરેશાની વધતી દેખાઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર થરૂર સામે આ મામલે કેસ ચાલશે.
Trending Photos
નવી દિલ્હી : સુનંદા પુષ્કર મોત મામલે શશિ થરૂરની પરેશાની વધતી દેખાઇ રહી છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ મામલે થરૂર સામે કેસ ચલાવવામાં આવશે. આ મામલે થરૂરને સમન્સ મોકલાયું છે. થરૂરને સાત જુલાઇના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે પણ કહેવાયું છે. શશિ થરૂર સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરવાનો આરોપ છે. સાથોસાથ ઘરેલુ હિંસાનો પણ આરોપ લગાવાયો છે. પોલીસ દ્વારા ફાઇલ કરાયેલ ચાર્જશીટ જોયા બાદ 5 જૂને કોર્ટે થરૂર સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.
દિલ્હી પોલીસે 14 મેના રોજ તિરૂવનંતપુરમથી લોકસભા સદસ્ય થરૂર પર સુનંદાને દુષ્પ્રેરણ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે કોર્ટથી કહ્યું કે સાડા ચાર વર્ષ જુના આ કેસમાં થરૂરને આરોપીની જેમ જ રજૂ કરવામાં આવે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે એની પાસે પુરતા પુરાવા છે.
દિલ્હી પોલીસે અંદાજે 3 હજાર પાનાની ચાર્જશીટમાં શશિ થરૂરને એક માત્ર આરોપી તરીકે બતાવ્યા છે. પોલીસે આરોપ લગાવ્યો હતો કે એમણે જ એમની પત્ની સાથે ક્રુરતા કરી હતી. થરૂરના ઘરના નોકર નારાયણ સિંહે આ મામલે એક મહત્વપૂર્ણ સાક્ષી આપી છે.
સુનંદા 17 જાન્યુઆરી, 2014ના રોજ રાષ્ટ્રીય રાજધાનીની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવી હતી. કોંગ્રેસના નેતા સામે આઇપીસીની કલમ 498-એ (ક્રુરતા) અને 306 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણ)નો આરોપ લાગ્યો છે. ધારા 498-એ અંતર્ગત ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઇ છે. જ્યારે કલમ 306 અંતર્ગત વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઇ છે. દિલ્હી પોલીસે 1લી જાન્યુઆરી 2015ના રોજ આઇપીસી એક્ટ 302 અંતર્ગત અજાણ્યા લોકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. શશિ થરૂરની હજુ આ મામલે ધરપકડ કરાઇ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે