નવા વર્ષની ભેટ! હવે નાની બચત યોજનાઓ પર વધુ વ્યાજ, જાણો PPF અને 'સુકન્યા સમૃદ્ધિ' અંગે સરકારે શું લીધો નિર્ણય
Govt Hikes Interest Rates On Small Deposits: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (PM Modi) સામાન્ય લોકોને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે નવા વર્ષના પ્રથમ દિવસ 1 જાન્યુઆરી, 2023થી ઘણી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ....
Trending Photos
Govt Hikes Interest Rates On Small Deposits: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે (PM Modi) સામાન્ય લોકોને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે નવા વર્ષના પ્રથમ દિવસ 1 જાન્યુઆરી, 2023થી ઘણી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે શુક્રવારે પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ (Post Office Fixed Deposit), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Savings Certificate)અને સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme) સહિતની નાની બચત ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો વધારો કર્યો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે કેટલીક બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.20 થી વધારીને 1.10 ટકા કરવામાં આવ્યા છે. જોકે, PPFના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નવા વ્યાજ દરો 1 જાન્યુઆરીથી અમલમાં આવી જશે.
સરકાર દ્વારા કરવામાં આવેલ આ વધારો વ્યાજ દરોમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારાને અનુરૂપ છે. જોકે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને ગર્લ ચાઈલ્ડ સેવિંગ્સ સ્કીમ 'સુકન્યા સમૃદ્ધિ યોજના'ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ ડિસેમ્બર ક્વાર્ટરની જેમ તે માર્ચ ક્વાર્ટરમાં પણ 7.1% ના સ્તર ચાલુ રહેશે. કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં સરકારે વધારો કર્યો છે. 123 મહિના માટે કિસાન વિકાસ પત્ર પર ડિસેમ્બર ક્વાર્ટરમાં 7%ના દરે વ્યાજ મળતું હતું, જે હવે 123 મહિનાના સમયગાળા માટે 7.2%ના દરે વ્યાજ મળશે. આ પહેલા ડિસેમ્બર ક્વાર્ટર માટે સરકારે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો હતો. આ વધારો 0.30 બેસિસ પોઈન્ટનો થયો હતો. કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓની સમીક્ષા કરી અંતે નાણા મંત્રાલય આ નિર્ણય લે છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે. હવે તે 6.8 ટકા છે. એ જ રીતે, વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વર્તમાન 7.6 ટકાની સામે આઠ ટકા વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર એકથી પાંચ વર્ષના સમયગાળા માટેના વ્યાજ દરમાં 1.1 ટકાનો વધારો થશે. માસિક આવક યોજનામાં 6.7 ટકાના બદલે હવે 7.1 ટકા વ્યાજ મળશે. સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી નાની બચત યોજનાઓનાં વ્યાજ દરોમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે કોઈ ફેરફાર કર્યો નથી. દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર પણ 7.6 ટકા રાખવામાં આવ્યો છે. એટલે કે તેના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
1 જાન્યુઆરી 2023થી નાની બચતના વ્યાજ દરો
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ વ્યાજ દર 7 ટકા
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 8 ટકા
PPF વ્યાજ દર 7.1 ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના SSY વ્યાજ દર 7.6 ટકા
કિસાન વિકાસ પત્ર (KVP વ્યાજ દર) 7.2 ટકા
આ વીડિયો પણ ખાસ જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે