શાહીન બાગમાં CAAનો વિરોધ કરનારા શહજાદ અલી આખરે ભાજપમાં કેમ જોડાઈ ગયા? આપ્યું આ કારણ

નાગરિકતા કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન અને વિરોધનું મુખ્ય કેન્દ્ર રહેલા શાહિન બાગ (Shaheen Bagh) ના સામાજિક કાર્યકર શહજાદ અલી (shahzad ali)  રવિવારે ભાજપમાં જોડાઈ ગયાં. ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને શ્યામ જાજૂએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. સીએએની સમર્થક પાર્ટીમાં સામેલ થયા બાદ શહજાદે કહ્યું કે, "હું એ લોકોને ખોટા સાબિત કરવા માટે ભાજપમાં જોડાયો છું જે લોકો ભાજપને અમારા દુશ્મન માને છે. સીએએની ચિંતાઓને લઈને અમે તેમની સાથે બેસીશું."
શાહીન બાગમાં CAAનો વિરોધ કરનારા શહજાદ અલી આખરે ભાજપમાં કેમ જોડાઈ ગયા? આપ્યું આ કારણ

નવી દિલ્હી: નાગરિકતા કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન અને વિરોધનું મુખ્ય કેન્દ્ર રહેલા શાહિન બાગ (Shaheen Bagh) ના સામાજિક કાર્યકર શહજાદ અલી (shahzad ali)  રવિવારે ભાજપમાં જોડાઈ ગયાં. ભાજપ (BJP) ના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને શ્યામ જાજૂએ તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. સીએએની સમર્થક પાર્ટીમાં સામેલ થયા બાદ શહજાદે કહ્યું કે, "હું એ લોકોને ખોટા સાબિત કરવા માટે ભાજપમાં જોડાયો છું જે લોકો ભાજપને અમારા દુશ્મન માને છે. સીએએની ચિંતાઓને લઈને અમે તેમની સાથે બેસીશું."

આ બધા વચ્ચે ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે પાર્ટી તમામ મુસ્લિમ ભાઈઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માંગે છે. ગુપ્તાએ કહ્યું કે આજે સેંકડો મુસ્લિમ ભાઈઓએ પાર્ટી જોઈન કરી છે,  તેમણે જાણ્યું છે કે અહીં મુસલમાનો સાથે ભેદભાવ થતો નથી અને અમે તેમને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માંગીએ છીએ. 

— ANI (@ANI) August 16, 2020

ગુપ્તાએ કહ્યું કે હું તે બધી મહિલાઓને શુભેચ્છા પાઠવવા માંગુ છું જેઓ ટ્રિપલ તલાકના મુદ્દે પીએમ મોદી તરફથી ઉઠાયેલા પગલાંને ધ્યાનમાં લઈને પાર્ટીમાં સામેલ થઈ છે. ભાજપના નેતા શ્યામ જાજૂએ કહ્યું કે દરેક મુસ્લિમને એ ખબર પડી ગઈ છે કે કોઈએ રાષ્ટ્રીયતા સાબિત કરવાની જરૂર નથી. 

જાજૂનએ કહ્યું કે, "જ્યારે પણ સીએએને લઈને વાત થાય છે ત્યારે કેટલાક રાજકીય પક્ષો મુસલમાનોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. પરંતુ દેશના દરેક મુસ્લિમને ખબર પડી ગઈ છે કે કઈ પણ સાબિત કરવાની જરૂર નથી. કોઈને વોટ અને નાગરિકતાના અધિકારથી વંછિત રાખવામાં આવશે નહીં. તેમને ન્યાય આ પાર્ટી પાસેથી મળી શકે છે તેવું મહેસૂસ થયા બાદ મોટી સંખ્યામાં મુસ્લિમો કે જેઓ શાહીન બાગ પ્રદર્શનમાં સામેલ થયા હતાં આજે તેઓ ભાજપમાં જોડાયા છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news