J&K નિગમ ચૂંટણી: પહેલા તબક્કામાં 63.83 ટકા મતદાન થયું,પરિસ્થિતી કાબુમાં

13 વર્ષ જેટલા લાંબા સમય બાદ યોજાઇ રહેલ નગરપાલિકા ચૂંટણીમાં સોમવારે જમ્મુના તમામ વોર્ડોમાં ભારે મતદાન જોવા મળ્યું

J&K નિગમ ચૂંટણી: પહેલા તબક્કામાં 63.83 ટકા મતદાન થયું,પરિસ્થિતી કાબુમાં

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક નિગમની ચૂંટણીના પહેલા ચરણનું મતદાન સંપન્ન થઇ ચુક્યું છે. 11 જિલ્લાનાં સ્થાનીક નિગમોમાં સાંજે 4 વાગ્યા સુધી કડક સુરક્ષા વચ્ચે મતદાન કરવામાં આવ્યું. ચૂંટણી અધિકારી રમેશ કુમારે મતદાનનાં આંકડાની માહિતી આપતા જણાવ્યું કે, પહેલા તબક્કામાં સાંજે 4 વાગ્યા સુધીમાં 63.83 ટકા મતદાન થયું. 

13 વર્ષનાં લાંબા અંતરાલ થઇ રહેલી પાલિકા ચૂંટણીમાં સોમવારે જમ્મુ ક્ષેત્રની તમામ વોર્ડોમાં ભારે મતદાન જોવા મળ્યું હતું. રાજોરીમાં સૌથી વધારે મતદાન થયું હતું. હાલાંકી કાશ્મીરમાં સ્થિતીથી ઉલટી છે. અહીં મતદાન કેન્દ્રો સુના પડ્યા રહ્યા. ઘણા ઓછા સમયમાં મતદાતા પોતાનાં ધરની બહાર નહોતા નિકળ્યાં. શ્રીનગરમાંસૌથી ઓછા મત પડ્યા છે. 

જમ્મુમાં મતદાતાઓની લાંબી લાઇનો
કડક સુરક્ષા વચ્ચે જમ્મુ જિલ્લામાં લગભગ તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વોર્ડોમાં મતદાતાઓની લાંબી લાઇનો જોવા મળી હતી, જ્યાં પહેલી પાંચ કલાકમાં 34 ટકા મતદાન થયું. આ સમયગાળામાં રાજોરીમાં 55 ટકા અને 47 ટકા મત્ત પડ્યા. ગાંધીનગર, આરએસ પુરામાં વોટિંગ શાંતિપુર્ણ રહ્યું. પુરા, બિશ્રાહ, અરનિયા, ખૌર, જુરિયા, અખનુર, નૌશેરા, સુરનકોટ, કલાકોટ અને અન્ય વોર્ડોમાં મતદાન પ્રક્રિયા શાંતિપુર્વક ચાલી રહી હતી. 

કાશ્મીરમાં સ્થિતી અલગ, શ્રીનગરમાં 3.5% વોટિંગ
કાશ્મીરમાં પરિસ્થિતી બિલ્કુલ વિપરિત હતી. બે મહત્વનાં દળ નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સ્થાનિક નિગમ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બપોરે 12 વાગ્યા સુધી કુપવાડા 18 ટકા, બાંદીપોરામાં માત્ર 2 ટકા, બડગામ અને બારામુલામાં 3 ટકા જ્યારે જ્યારે અનંતનાગમાં પાંચ ટકા મતદાન થયું. સવારે સાત વાગ્યે મતદાન ચાલુ થયા બાદ શ્રીનગરમાં સૌથી ઓછી ઉંમર 3.5 ટકા મતદાન પડ્યું. એક અધિકારીએ કહ્યું કે, કાશ્મીર ખીણમાં બપોરે 11 વાગ્યા સુધી 80,000માંથી 4000 મતદાન પડ્યા છે. 

— ANI (@ANI) October 8, 2018

બાંદીપોરામાં બુથ પર ભારે પથ્થરમારો
ઉત્તરી કાશ્મીરનાં બાંદીપોરા જિલ્લામાં સોમવારે સ્થાનીક નિગમ ચૂંટણીની વચ્ચે કેટલાક ઉપદ્રવીઓએ એક મતદાન કેન્દ્ર પર ભારે પથ્થરમારો કર્યો. બાંદીપોરાનાં ડાચીગામ વિસ્તારમાં થયેલા પથ્થરમારાની આ ઘટનામાં અહીં ભાજપનો એક ઉમેદવાર ઘાયલ થઇ ગયો. સ્થાનીક સુત્રો અનુસાર પથ્થરમારા બાદથી જ વિસ્તારમાં તણાવની પરિસ્થિતી પેદા થઇ છે, જો કે સુરક્ષા દળોની સતર્કતાનાં કારણે મતદાનની પ્રક્રિયા પણ પ્રભાવિત નથી થઇ.

સોમવાર 7 વાગ્યાથી બાંદીપોરા જિલ્લાનાં 16 વોર્ડોમાં મતદાન ચાલુ થયું. આ દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ આશરે 11 વાગ્યે ડાચીગામમાં બનેલા એક પોલીગ બુથ પર પથ્થરમારો ચાલુ કર્યું. વિસ્તારમાં તણાવને જોતા તત્કાલ સીઆરપીએફ અને પોલીસનાં જવાનોએ મોર્ચો સંભાળ્યો અને ફરી ટીયર ગેસનાં શેલ છોડીને ઉપદ્રવીઓને મતદાન કેન્દ્રથી ખદેડી દીધા હતા. આ દરમિયાન પોલિંગ બૂથની તરફથી આવી રહેલા આ વોર્ડ નંબર 15નાં ઉમેદવાર આદિલ અલી બુહરુ પથ્થરમારાની ઝપટે ચડીને ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. 

ઘાયલ ભાજપ ઉમેદવારની સ્થિત
ત્યાર બાદ તેમની સુરક્ષામાં રહેલા પોલીસનાં જવાનોએ સ્થાનિક લોકોની મદદથી તેમને બાંદીપોરાનાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. સ્થાનિક તંત્ર અનુસાર બાંદીપોરામાં દાખલ આદિલ અલીની પરિસ્થિતી હાલ સ્થિર છે અને તંત્ર અધિકારી તેમનાં સ્વાસ્થયની નજર રાખી રહ્યા છે. સાથે જ ડાચીગામ સહિત સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાની દ્રષ્ટી વધારે સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news