મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણના વાહન પર પથ્થરમારો, કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
કેસમાં ચુરહટ પોલીસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ વિરૂદ્ધ નારા લગાવ્યા, કાળા વાવટા બતાવ્યા અને પથ્થરમારાના આરોપમાં લગભગ 20 સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રાના રથ પર રવિવારે રાત્રે પ્રદેશના સીધી જિલ્લાના ચુરહટમાં પથ્થરમારો કરવામાં આવ્યો. ચુરહટ પોલીસ પ્રભારી રામ બાબૂ ચૌધરીએ જણાવ્યું કે પથ્થરમારા દરમિયાન મુખ્યમંત્રી રથ પર હાજર હતા. પોલીસે જણાવ્યું કે તે સુરક્ષિત છે અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. તો બીજી તરફ ભાજપે કોંગ્રેસ પર પથ્થરમારો કરાવવાનો આરોપ લગાવ્યો છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં પ્રદેશમાં જન આર્શિવાદ યાત્રા કાઢી રહ્યા છે. રવિવારે રાત્રે તેમની આ યાત્રા નેતા પ્રતિપક્ષ અજય સિંહની વિધાનસભા ચુરહટમાં પહોંચી હતી. આ દરમિયાન તેમના રથ પર પથ્થરમારો કરવામાં આવ્યો. તેનાથી રથનો કાચ તૂટી ગયો હતો. પરંતુ આ હુમલામાં શિવરાજ સિંહ ચૌહાણ માંડ માંડ બચી ગયા. તેમને ઇજા પહોંચી નહી.
કેસમાં ચુરહટ પોલીસે મુખ્યમંત્રી શિવરાજ સિંહ વિરૂદ્ધ નારા લગાવ્યા, કાળા વાવટા બતાવ્યા અને પથ્થરમારાના આરોપમાં લગભગ 20 સંદિગ્ધ લોકોની ધરપકડ કરી છે. બધાને પૂછપરછ માટે કમર્જી પોલીસ મથક લાવવામાં આવ્ય છે. ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો. તેમણે ઘટનાને હિંસક રાજકારણ ગણાવ્યું.
તેમણે કોંગ્રેસ નેતા અજય સિંહ પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાજકારણ શું આટલું હિંસક થઇ જશે, શું ચોરી છુપે પત્થર મારવામાં આવશે. તેમણે કહ્યું કે 'સાંભળી લો અજય સિંહ અને રાહુલ ગાંધી તમારી ગીધડગીરીથી હું ડરવાનો નથીએ. હું મારી મહેનતના જોરે અહીં પહોંચ્યો છું, ના કે મારા મા-બાપના સહારે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે