મધુબનીઃ રેલીમાં નીતીશ પર એક વ્યક્તિએ ફેંક્યા ડુંગળી-પથ્થર, સીએમ બોલ્યા- હજુ ફેંકો
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે મધુબનીમાં વિરોધનો સામનો કરવો પડ્યો. અહીં રેલી દરમિયાન એક વ્યક્તિએ મંચ તરફ પથ્થર અને ડુંગળી ફેંકી હતી.
Trending Photos
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા તો તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીતીશ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા.
આ દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરી અને કહ્યું કે, દારૂ જાહેરમાં વેંચાઈ રહ્યો છે, તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી.
આ વચ્ચે નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીતીશ કુમાર કહેતા જોવા મળ્યા કે ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો. (ટ્વીટમાં વીડિયો જુઓ, 14 મિનિટ પર)
Live - बिहार विधानसभा चुनाव 2020 की चुनावी सभा। विधानसभा- हरलाखी (जिला- मधुबनी) से https://t.co/DkRZ9SR8j0
— Nitish Kumar (@NitishKumar) November 3, 2020
આટલું કહેતા નીતીશ કુમારે પોતાના સંબોધનને આગળ વધાર્યુ, નીતીશે કહ્યુ કે, અમે તે માટે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા બાદ રોજગારની તકો ઉભી થશે અને કોઈએ બહાર જવું પડશે નહીં. નીતીશ બોલ્યા કે જે આજે સરકારી નોકરીની વાત કરી રહ્યા છે, જ્યારે તે સત્તામાં હતા તો કેટલા લોકોને રોજગાર આપ્યો ત્યારે ઘણા સમય સુધી બિહાર-ઝારખંડ એક હતું.
મોદી માતાઓ-બહેનોની ચિંતા દૂર કરવાનું કામ કરે છે, એટલે ચૂંટણી જીતે છે: PM મોદી
પહેલા પણ થઈ ચુક્યો છે વિરોધ
તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણીવાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમના વિરોધ નારેબાજીકરવામાં આવી છે.
મુઝફ્ફરપુરની રેલીમાં નીતીશની સામે કેટલાક લોકોએ લાલૂ યાદવ જિંદાબાદના નારા લગાવ્યા હતા, ત્યારે મંચ પરથી નીતીશ કુમારે કહ્યુ હતુ કે, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યા છો તેને સાંભળવા જાવ. આ સિવાય કેટલીક જગ્યાએ નીતીશ કુમારને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે