UP: વિનય તિવારીની 'ગદ્દારી'ના કારણે 8 જાંબાઝ પોલીસકર્મીના જીવ ગયા?, જાણો ચોંકાવનારા ખુલાસા

ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશને હચમચાવી નાખરનારા કાનપુરના બિકરુ ગામમાં થયેલી બદમાશો અને પોલીસ વચ્ચેની અથડામણની ઘટનામાં ચૌબેપુર પોલીસ સ્ટેશનના વિનય તિવારીની ભૂમિકા શંકાના દાયરામાં છે. આ અથડામણમાં ડીવાયએસપી, 2 પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને 4 હવલદાર સહિત 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. પોલીસને શક છે કે વિનય તિવારીએ જ પોલીસની રેડની સૂચના વિનય દુબે સુધી પહોંચાડી હતી. હાલ વિનય તિવારીને સસ્પેન્ડ કરી દેવાયો છે અને સ્પેશિય ટાસ્ક ફોર્સે તેને કસ્ટડીમાં લીધો છે. બાતમી આપવા બદલ વિનય તિવારીની પૂછપરછ ચાલી રહી છે. 

UP: વિનય તિવારીની 'ગદ્દારી'ના કારણે 8 જાંબાઝ પોલીસકર્મીના જીવ ગયા?, જાણો ચોંકાવનારા ખુલાસા

લખનઉ: ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશને હચમચાવી નાખરનારા કાનપુરના વિકરુ ગામમાં થયેલી બદમાશો અને પોલીસ વચ્ચેની અથડામણની ઘટનામાં ચૌબેપુર પોલીસ સ્ટેશનના વિનય તિવારીની ભૂમિકા શંકાના દાયરામાં છે. આ અથડામણમાં ડીવાયએસપી, 2 પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને 4 હવલદાર સહિત 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતાં. પોલીસને શક છે કે વિનય તિવારીએ જ પોલીસની રેડની સૂચના વિનય દુબે સુધી પહોંચાડી હતી. હાલ વિનય તિવારીને સસ્પેન્ડ કરી દેવાયો છે અને સ્પેશિય ટાસ્ક ફોર્સે તેને કસ્ટડીમાં લીધો છે. બાતમી આપવા બદલ વિનય તિવારીની પૂછપરછ ચાલી રહી છે. 

સંદિગ્ધ છે વિનય તિવારીની ભૂમિકા
અત્રે જણાવવાનું કે પોલીસનું માનવું છે કે વિનય તિવારીએ જ પોલીસ દ્વારા પડનારી રેડની માહિતી અપરાધી વિકાસ દુબેને આપી હતી. ત્યારબાદ તેણે યોજનાબદ્ધ રીતે પોલીસ ટીમ પર હુમલો કર્યો જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા. નોંધનીય છે કે વિનય તિવારીને વિકાસ દુબેના ઘર પર રેડ મામલે શિથિલતા વર્તવાના આરોપમાં સસ્પેન્ડ કરાયો છે અને પોલીસ મથકનો ચાર્જ પુષ્પરાજ સિંહને અપાયો છે. 

રેડની માહિતી કરી લીક
પોલીસ અધિકારી મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે વિનય તિવારીએ પોલીસની રેડની માહિતી લીક કરવાના શકમાં વિનય તિવારીને સસ્પેન્ડ કર્યો છે. તેમણે કહ્યું કે આ મામલે વિભાગના કોઈ પણ વ્યક્તિની સંડોવણી સામે આવી તો તેને તત્કાળ સસ્પેન્ડ કરીને ધરપકડ પણ થશે. અત્રે જણાવવાનું કે એસટીએફએ વિનય તિવારીને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

પાછળ પડી 40 પોલીસ સ્ટેશનની પોલીસ, 500થી વધુ ફોન સર્વિલાન્સ પર
યુપી પોલીસ હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની પાછળ પડી ગઈ છે. તેને જીવતો કે મરેલો પકડવા માટે 40 પોલીસ સ્ટેશનની પોલીસ મેદાનમાં પડી છે. 500થી વધુ ફોન સર્વિલાન્સ પર છે. તથા 75 જિલ્લાઓમાં સર્વિલાન્સ ટીમ સાથે પોલીસ અલર્ટ પર છે. 

શંકાના દાયરામાં રહેલા વિનય તિવારી સાથે એવું પણ કહેવાય છે કે બે દિવસ પહેલા વિકાસ દુબેએ મારપીટ કરી હતી. વિકાસ દુબેએ એસઓ વિનય તિવારીનો ફોન પણ છીનવી લીધો હતો. પીટાઈ થવા છતાં એસઓ વિનય તિવારી ચૂપ રહ્યો હતો અને આ જાણકારી પોતાના સિનિયર અધિકારીઓને આપી નહતી. 

વિનય તિવારી એ હદે ડરેલો હતો કે જે સમયે કાનપુરના વિકરુ ગામમાં ડેપ્યુટી એસપી દેવેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં 3 પોલીસ સ્ટેશનના 20થી 25 પોલીસકર્મીઓ વિનય દુબેને પકડવા ગઈ તો તે સમયે પણ વિનય બધા કરતા પાછળ રહ્યો હતો અને જેવો હુમલો થયો તો તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસનું સ્પષ્ટપણે માનવું છે કે રેડ દરમિયાન ચોબેપુરના એસઓની બેદરકારીથી જ પોલીસનું ગુપ્તચર તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું. 

વીજ પૂરવઠો કટ કર્યો હતો
બીજો ખુલાસો એ થયો છે કે પોલીસ જવાનો પર હુમલા દરમિયાન વીજળી કટ કરવાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોનું માનીએ તો વિકાસ દુબેના સાથીઓએ ફોન કરીને વીજળી કટ કરાવી હતી. લાઈનમેન અને જેઈની ભૂમિકા શંકાસ્પદ જોવા મળતા પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા છે. શિવલી વિદ્યુત કેન્દ્રથી વીજળી કાપવામાં આવી હતી. 

જુઓ LIVE TV

વિકાસ દુબે હજુ પણ ફરાર છે. યુપી પોલીસ ચારેબાજુ રેડ મારી રહી છે. આ બધા વચ્ચે એવી પણ માહિતી મળી છે કે વિકાસ દુબે ઉન્નાવ કોર્ટમાં સરન્ડર કરી શકે છે. ત્યારબાદ પોલીસે કોર્ટ પરિસરને છાવણીમાં ફેરવી નાખ્યું. જો કે તેણે સરન્ડર કર્યું નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news