Statue of Equality Inauguration: શમશાબાદમાં પીએમ મોદીએ રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

નરેન્દ્ર મોદી આજે હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તે થોડીવારમાં 11 મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઉંચા 'સ્ટેચ્યૂ ઓફ ઇલેક્ટિલિટી' નું અનાવરણ કર્યું હતું. અહીં યજ્ઞશાળામાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. 

Statue of Equality Inauguration: શમશાબાદમાં પીએમ મોદીએ રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ

નવી દિલ્હી: Statue of Equality Inauguration: નરેન્દ્ર મોદી આજે હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તે થોડીવારમાં 11 મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઉંચા 'સ્ટેચ્યૂ ઓફ ઇલેક્ટિલિટી' નું અનાવરણ કર્યું હતું. અહીં યજ્ઞશાળામાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. 

મોદીએ કહ્યું- ખેડૂતો માટે બેવડી રણનીતિ પર કરી રહ્યા છીએ કામ
કાર્યક્રમમાં મોદીએ કહ્યું, “અમે બેવડી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. એક તરફ અમે જળ સંરક્ષણ દ્વારા નદીઓને જોડીને મોટા વિસ્તારને સિંચાઈ હેઠળ લાવી રહ્યા છીએ. તો બીજી તરફ, અમે ઓછા સિંચાઈવાળા વિસ્તારોમાં પાણીના ઉપયોગની ક્ષમતા માટે માઇક્રો ઇરિગેશન પર ભાર મુકી રહ્યા છીએ. 

— ANI (@ANI) February 5, 2022

PMએ કહ્યું- પામ ઓઈલના ઉત્પાદન માટે વધારીશું કૃષિ જમીન
મોદીએ કહ્યું, "અમે આગામી થોડા વર્ષોમાં પામ ઓઇલ સેક્ટરને 6.5 લાખ હેક્ટર ખેતીની જમીન સુધી વિસ્તરણ કરવા માંગીએ છીએ. અમે હાલમાં ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે છેલ્લા સાત વર્ષમાં વિવિધ પ્રકારના પાક ઉગાડ્યા છે. "

PM એ કાર્યક્રમમાં ICRISATની કરી પ્રશંસા
પીએમએ ICRISAT ના સંશોધકોને કહ્યું કે આ સંસ્થાનો પાંચ દાયકાનો અનુભવ છે. આ પાંચ દાયકાઓમાં તમે ભારત સહિત વિશ્વના મોટા ભાગમાં કૃષિ ક્ષેત્રને મદદ કરી છે. તમારા સંશોધન, તમારી ટેકનોલોજીએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેતીને સરળ અને ટકાઉ બનાવી છે.

ભારતને 2070 સુધી બનાવ્યું નેટ ઝીરોનું લક્ષ્ય
મોદીએ કાર્યક્રમમાં કહ્યું, "ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. 'લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ' જરૂરને પણ ઉજાગર કરી છે. 

ICRISAT ના કાર્યક્રમમાં મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટોપિક્સ (ICRISAT) ના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે અહીં કહ્યું, “ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, "આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું વર્ષ છે. ICRISAT ના પણ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ આપણને પ્રેરણા આપનાર અવસર છે, આ આપણા સંકલ્પને પૂર્ણ કરવાનો સમય છે અને 25 વર્ષ માટે નવા સંકલ્પોને લઇને ચાલવાનો સમય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news