SSC પેપર લીક મામલો: સુપ્રીમ કોર્ટનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા CBI ને આદેશ

સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈને 2017 ના ssc cgl પ્રશ્નપત્ર લીક મામલે અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી કેસ ડાયરી અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટની ગુરુવારે તપાસ કરશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઈ ની અધ્યક્ષતાવાળી પીઠે આ મામલે આગામી સુનાવણી 11 એપ્રિલે રાખી છે. અદાલતે પહેલી એપ્રિલે કર્મચારી પસંદગી મંડળ એસએસસી ને આ વાતની મંજૂરી આપી હતી કે તે ગત વર્ષે લેવાયલ cgl 2017 ના પરીક્ષાના પરિણામ જાહેર કરે.
SSC પેપર લીક મામલો: સુપ્રીમ કોર્ટનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા CBI ને આદેશ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈને 2017 ના ssc cgl પ્રશ્નપત્ર લીક મામલે અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી કેસ ડાયરી અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટની ગુરુવારે તપાસ કરશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઈ ની અધ્યક્ષતાવાળી પીઠે આ મામલે આગામી સુનાવણી 11 એપ્રિલે રાખી છે. અદાલતે પહેલી એપ્રિલે કર્મચારી પસંદગી મંડળ એસએસસી ને આ વાતની મંજૂરી આપી હતી કે તે ગત વર્ષે લેવાયલ cgl 2017 ના પરીક્ષાના પરિણામ જાહેર કરે.

9 માર્ચે લેવાયેલ પરીક્ષા પર પ્રતિબંધ નહીં
કોર્ટે એ પણ કહ્યું કે ssc cgl 2017 ના પરિણામ ગત વર્ષે 31 ઓગસ્ટે અટકાવાયેલ અને ૯ માર્ચ 2018 ના રોજ લેવાયેલ પરીક્ષા પર નહીં લાગે. અદાલતે કહ્યું કે સંગઠનમાં કોઈપણ ભ્રષ્ટ હોય એને કારણે લાખો બેરોજગાર યુવકોને એનું પરિણામ ભોગવવું પડે એ યોગ્ય નથી અહીં તમને જણાવીએ કે ssc cgl  એટલે બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા 17થી22 ફેબ્રુઆરી 2018 સુધી આયોજિત કરાઇ હતી. 

17 વિરુદ્ધ પોલીસ કેસ 
cgl પરીક્ષા પહેલા જ ટીયર ટૂના પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર લીક થયા હતા વિદ્યાર્થીઓ તરફથી વિરોધ પ્રદર્શન કરાયા બાદ પેપર લીક મામલે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.  સીબીઆઇએ આ મામલે 17 લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. ધરપકડ કરાયેલા લોકોમાં સિફી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના 10 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news