કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા

કાશ્મીરની સાથે જમ્મુમાં પણ તીવ્ર ઠંડી યથાવત છે. શ્રીનગરમાં તાપમાન ઘટીને -3.4 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. જમ્મુમાં પણ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સૂકા હવામાનની આગાહી કરી છે પરંતુ 21 અને 22 ડિસેમ્બરે હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
 

 કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શૂન્યથી નીચે પહોંચ્યું કાશ્મીરનું તાપમાન, ઝરણાં થીજી ગયા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ડિસેમ્બર મહિનામાં ઠંડી જામવા લાગી છે... કેમ કે ઘાટીના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી ગયું છે... જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સોમવારે લઘુત્તમ તાપમાન માઈનસ 5ની આસપાસ પહોંચી ગયું... તો કાશ્મીરના તંગમાર્ગ પર દ્રંગ વોટરફોલ બરફથી થીજી જતાં ખૂબસૂરત દ્રશ્યો જોવા મળ્યા... ત્યારે બરફવર્ષા બાદ જન્નતમાં કેવો છે મોસમનો મિજાજ?.. જોઈશું આ રિપોર્ટમાં...

 પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં શાનદાર દ્રશ્યો જોવા મળ્યા છે... ડિસેમ્બરમાં ઠંડીનું ટોર્ચર જોવા મળતાં લોકો ત્રાહિ-ત્રાહિ પોકારી ઉઠ્યા છે... કાશ્મીરના તમામ ભાગમાં લઘુત્તમ તાપમાન સતત નીચે જઈ રહ્યું છે... જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... 

ઉત્તર કાશ્મીરના તંગમર્ગના દ્રંગ વોટરફોલમાં બરફ જામી ગયો છે.અહીંયા તાપમાનનો પારો શૂન્યથી નીચે જતાં ઝરણાનું પાણી ધીમે- ધીમે બરફમાં પરિવર્તિત થવા લાગ્યું... ઠંડીથી ઝરણું જામી જતાં ખૂબસૂરત દ્રશ્યો જોવા મળ્યા... 

દ્રંગ વોટરફોલ નિહાળવા આવેલાં પ્રવાસીઓ કુદરતની અનોખી કારીગરીને જોઈને ખુશખુશાલ થઈ ગયા... અનેક લોકોએ આ મનોરમ્ય નજારાને પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરી લીધી... શિયાળામાં આ સ્થળ પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે... 

હાડ થીજવતી ઠંડીના કારણે જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે... લોકો ઠંડીથી બચવા માટે ગરમ તાપણાનો સહારો લઈ રહ્યા છે... 

કાશ્મીરના લોકોની મુશ્કેલી હજુ ઓછી થવાની નથી... કેમ કે ડિસેમ્બર બાદ જાન્યુઆરી મહિનામાં 40 દિવસનો ચિલ્લાઈ કલાન શરૂ થશે... જેમાં ભારે બરફ અને ઠંડી પડે છે... તેનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news