ભારતના દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી, જાણો અજબ પ્રેમની ગજબ કહાની

રાજસ્થાનના અર્જુને જર્મનીની જૂલી સાથે લગ્ન કર્યા છે. આ કપલ સોશિયલ મીડિયા પર ઘણું પોપુલર બન્યું છે. યૂટ્યૂબ ચેનલ પર કપલ બ્લોગ શેર કરી રહ્યા છે. જૂલી ભારતના દેશી અંદાજમાં હવે ધીમેધીમે ભલી રહી છે. તે ખેતરોમાં ખેતી પણ કરે છે.

ભારતના દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી, જાણો અજબ પ્રેમની ગજબ કહાની

ઝી બ્યુરો/રાજસ્થાન: રાજસ્થાનના અર્જુને દરિયા કિનારે જૂલીને જોઈ અને તેના પ્રેમમાં પડી ગયો. પછી અર્જુને પોતે જ તેના વતી વાતચીત શરૂ કરી હતી. હવે આ કપલે લગ્ન કરી લીધા છે અને ભારતમાં રહે છે. જુલી ભારતના વાતાવરણમાં ભલી ગઈ છે અને ખેતરોમાં કામ પણ કરે છે.

રાજસ્થાનના અર્જુને જર્મનીની જૂલી સાથે લગ્ન કર્યા છે. આ કપલ સોશિયલ મીડિયા પર ઘણું પોપુલર બન્યું છે. યૂટ્યૂબ ચેનલ પર કપલ બ્લોગ શેર કરી રહ્યા છે. જૂલી ભારતના દેશી અંદાજમાં હવે ધીમેધીમે ભલી રહી છે. તે ખેતરોમાં ખેતી પણ કરે છે. લોકોને જૂલીનો આ દેશી અંદાજ ઘણો પસંદ પડી રહ્યો છે. તો આખરે જૂલીને અર્જુન સાથે પ્રેમ કેવી રીતે થયો? આ વિશે કપલે તાજેતરમાં ખુલાસો કર્યો છે.

અર્જુને જણાવ્યું હતું કે, 2018માં મારી જૂલી સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તેઓ કામના કારણે દુબઈ ગયા હતા, જ્યારે જૂલી ત્યાં ફોટોશૂટ માટે આવી હતી. દરિયા કિનારે જૂલીનો બિકિની અવતાર જોઈને અર્જુન દિલ ખોઈ બેઠો હતો. ત્યારે જૂલી સ્વિમિંગ કરી રહી હતી. અર્જુને જાતે જ જૂલી સાથે વાતચીતની શરૂઆત કરી હતી.

અર્જુનના મતે, મેં જૂલીને તે વખતે સારી સ્વિમિંગને લઈને સવાલ પુછ્યો હતો. પછી જૂલીની ખૂબસૂરતીની પ્રશંસા કરી અને પછી સીધો તેનો નંબર માંગી લીધો હતો. જોકે, તે સમયે જૂલીએ અજનબીને નંબર આપવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ જૂલીએ અર્જનનો નંબર લઈ લીધો હતો.

બે દિવસ પછી જ્યારે જૂલીએ મેસેજ કર્યો તો અર્જુનની ખુશીનો પાર રહ્યો નહીં. બન્ને મળ્યા અને અર્જુનને દુબઈ ફરાવ્યો હતો. તેમના વચ્ચે વાતચીતનો સિલસિલો આ રીતે શરૂ થયો અને જૂલી થોડા સમય માટે દુબઈમાં રોકાઈ ગઈ હતી. પરંતુ હકીકતમાં જુલી બે અઠવાડિયા માટે દુબઈ ફરવા આવી હતી. જર્મની ગયા પછી પણ બન્ને વચ્ચે વાતચીત થતી રહી. ત્યારબાદ જૂલી ઈન્ડિયા આવી અને ત્યારપછી અહીં જ રોકાઈ ગઈ. વર્ષ 2020માં અર્જુને જૂલીને પ્રપોઝ કર્યું અને તેના પછીના વર્ષે તેમણે લગ્ન કરી લીધા. ત્યારથી જૂલી ઈન્ડિયામાં રહી ગઈ. હવે તે હિન્દી પણ સારી રીતે બોલવા લાગી છે.

સોશિયલ મીડિયા પર છવાયું કપલ
જૂલીએ ઈન્સ્ટ્રાગ્રામ પર 10 લાખથી વધારે ફોલોઅર્સ છે. જ્યારે યૂટ્યૂબ પર તેમની ચેનલના 6 લાખથી વધારે સબસ્ક્રાબર્સ છે. આ પ્લેટફોર્મ પર કપલ પોતાની ડેઈલી લાઈફ સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે. જેણે લાખો વ્યૂજ મળે છે. હાલમાં જ જૂલી ખેતરોમાં કામ કરતો એક વીડિયો સોસિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે ડુંગળીની ખેતી કરતી નજરે પડી રહી છે. એક અન્ય વીડિયોમાં તેણે ગાયનું દૂધ દોહતી નજરે પડી રહી છે.

થોડાક અઠવાડિયા પહેલા જૂલીએ વધુ એક વીડિયો શેર કરી દેખાડ્યું કે કેવી રીતે ડુંગળીના રોપા રોપ્યા હતા તે મોટા થઈ ગયા છે. આ વીડિયોમાં તે ગાયોને ઘાસ ખવડાવતી જોવા મળી રહી છે સાથે ચુલ્હા પર પાણી ગરમ કરતી પણ નજરે પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news