Geminid Meteor Shower 2020: આજે રાત્રે થશે ઉલ્કાવર્ષા, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે દેખાશે

દેશભરમાં રવિવાર રાતે આકાશ કંઇક અલગ દેખાશે અને ઉલ્કાવર્ષા (Meteoroid)થી આકાશ પ્રકાશિત થશે. ઉલ્કાવર્ષા વિશેષ ખગોળીય ઘટના છે, પરંતુ આ 13 ડિસેમ્બરની રાત્રે ટોચ પર રહેશે. નાસાના અહેવાલ મુજબ, પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાકમાં 120 જેમિનીડ ઉલ્કાઓ જોઇ શકાય છે

Geminid Meteor Shower 2020: આજે રાત્રે થશે ઉલ્કાવર્ષા, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે દેખાશે

નવી દિલ્હી: દેશભરમાં રવિવાર રાતે આકાશ કંઇક અલગ દેખાશે અને ઉલ્કાવર્ષા (Meteoroid)થી આકાશ પ્રકાશિત થશે. ઉલ્કાવર્ષા વિશેષ ખગોળીય ઘટના છે, પરંતુ આ 13 ડિસેમ્બરની રાત્રે ટોચ પર રહેશે. નાસાના અહેવાલ મુજબ, પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાકમાં 120 જેમિનીડ ઉલ્કાઓ જોઇ શકાય છે.

કેવી રીતે જોઈ શકીએ છીએ ઉલ્કાવર્ષા
એમપી બિડલા પ્લેનેટેરિયમના ડિરેક્ટર અને જાણીતા એસ્ટ્રોફિઝિસિસ્ટ દેવીપ્રસાદ દુઆરીએ પીટીઆઇ સાતે વાત કરતા કહ્યું, 'જેમિનીડ (Geminid) તરીકે ઓળખાતા ઉલ્કા (Meteoroid)નો આ વરસાદ વર્ષનો સૌથી મોટી ઉલ્કાવર્ષા હશે. જેમિનીડ ઉલ્કાવર્ષા વિશેની શ્રેષ્ઠ બાબત એ છે કે કોઈપણ તેને જોઈ શકે છે અને આ માટે દૂરબીન જરૂરી નથી.

શું ભારતમાં જોવા મળશે ઉલ્કાવર્ષા?
આકાશ સ્પષ્ટ રહેવા પર જેમિનીડ ઉલ્કાવર્ષા ભારતના દરેક ભાગમાંથી જોવા મળશે. દેવીપ્રસાદ દુઆરીએ જણાવ્યું કે, પીક અવર્સ દરમ્યાન રાતના 1-2 વાગ્યે 150 કલાક ઉલ્કા જોઇ શકાય છે. Space.com અનુસાર ઉલ્કાવર્ષા રાતે 2 વાગ્યે તેની ટોચ પર હશે, જો કે તે રાત્રે 9-10 વાગ્યે પણ જોઇ શકાય છે.

પ્રથમ વખત ક્યારે જોવા મળી હતી ઉલ્કાવર્ષા
યુ.એસ. સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, જેમિનીડ ઉલ્કાવર્ષા પ્રથમ વખત 1800ના દાયકાના મધ્યમાં જોવા મળી હતી, પરંતુ તે સમયે ઉલ્કાવર્ષા એટલી વધારે ન હતી અને દર કલાકે ફક્ત 10-12 ઉલ્કાઓ જ જોવા મળી હતી. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આ સમયે પીક અવર્સ દરમિયાન 120 જેમિનીડ ઉલ્કાઓ એક કલાકમાં જોઇ શકાય છે. જેમિનીડ્સ તેજસ્વી અને પીળા રંગના હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news