ભારતની આ છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, જેણે ચીનના 500 સૈનિકોને ભગાડ્યા

ચાલબાઝ ચીન (China)ના નાપાક ઇરાદાઓને દરેક જાણે છે. વારંવાર ભારતની સીમામાં આવતા વિસ્તારો પર કબજો કરવાનો પ્રયત્ન કરનાર ચીન હવે ચારેય બાજુથી ભરાયું છે. પૂર્વ લદાખમાં ડ્રેગન પૈંગોંગ (Pangong)થી દક્ષિણ કિનારા સુધી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે પહેલા ભારતીય સેનાની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF)ના 'વિકાસ' રેજિમેન્ટે ચીનને તેની હદ સમજાવી છે.
ભારતની આ છે સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ, જેણે ચીનના 500 સૈનિકોને ભગાડ્યા

નવી દિલ્હી: ચાલબાઝ ચીન (China)ના નાપાક ઇરાદાઓને દરેક જાણે છે. વારંવાર ભારતની સીમામાં આવતા વિસ્તારો પર કબજો કરવાનો પ્રયત્ન કરનાર ચીન હવે ચારેય બાજુથી ભરાયું છે. પૂર્વ લદાખમાં ડ્રેગન પૈંગોંગ (Pangong)થી દક્ષિણ કિનારા સુધી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તે પહેલા ભારતીય સેનાની સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (SFF)ના 'વિકાસ' રેજિમેન્ટે ચીનને તેની હદ સમજાવી છે.

SFFએ ચીન સૈનિકોને ભગાડ્યા
Special Frontier Forceની ખાસ વાતત એ છે કે, તેમાં ભારતમાં રહેતા તિબેટી સમુદાયના સૈનિકોને દાખલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને તેની રચના ચીનનો સામનો કરવા માટે કરવામાં આવ્યો હતો. એવામાં જ્યારે ગલવાન ખીણમાં ચીનની હરકત બાદ LAC પર ટેન્શન વધ્યું, તો ભારતે પરિસ્થિતિને સમજી વ્યૂહાત્મક રીતે પૈંગોંગ સો વિસ્તારમાં મહત્વના કેટલાક પોઇન્ટ પર SFFને તૈનાત કરી હતી. એવામાં ચીને 29-30 ઓગસ્ટની રાતે જ્યારે ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો, તો સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ (Special Frontier Force)એ ચીનના સૈનિકોને ભગાડ્યા હતા.

પૈંગોંગ સો વિસ્તારમાં ચીનના સૈનિકોનું ષડયંત્ર અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના પરાક્રમની વાત કરીએ તો તેમની ઇનસાઇડ સ્ટોરી કંઇક આવી છે.

પૈંગોંગમાં અથડામણની Inside Story
લદાખના પૈંગોંગ લેકના દક્ષિણમાં ચાલબાઝ ચીનના સૈનિકોએ 29-30 ઓગસ્ટની રાતે ભારતના વિસ્તારો પર કબજો કરવાનો પર્યત્ન કર્યો. જાણકારી અનુસાર લગભગ 500 સૈનિકો આવ્યા હતા, આ સૈનિકોની પાસે ચઢાણ માટેના ઔજારો અને દોરડું હતું. રાતના અંધારામાં બ્લેક ટોપ અને થાકુંગ હાઈટ્સની વચ્ચે ટેબલ ટોપ વિસ્તાર પર ચીનના સૈનિકોએ ચઢાણ શરૂ કર્યું. પરંતુ ભારતીય સેના (Indian Army)ના જવાનો પહેલાથી ત્યાં હાજર હતા. ભારતીય જવાનોએ ચીનની સેનાને પહેલા ઘુસણખોરી કરતા રોકી અને ત્યારબાદ ત્યાંથી તેમને ભગાડ્યા.

સીધો પ્રધાનમંત્રીને રિપોર્ટ કરે છે SFF
સેનાને પણ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની મૂવમેન્ટની જાણકારી હોતી નથી. અર્થ તે સમજી શકાય છે કે આ કેટલી ગુપ્ત છે. SFF સુરક્ષા ડિરેક્ટોરેટ જનરલ દ્વારા સીધા દેશના પ્રધાનમંત્રીને રિપોર્ટ આપે છે. સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સની રચના બાદ ઘણા મોટા ઓપરેશન્સને અંજામ આપી ચુકી છે.

મોટા ઓપરેશન્સને આપ્યો છે અંજામ
1971ના યુદ્ધમાં ચટગાંવના પહાડીઓને ઓપરેશન ઇગલ અંતર્ગત સુરક્ષિત કરવી હોય કે પછી 1984માં ઓપરેશન બ્લૂસ્ટાર અંતર્ગત સુવર્ણ મંદિર ખાલી કરાવવું, સિયાચિનની ટેકરીઓ પર ઓપરેશન મેઘદૂત લોન્ચ કરવાનું હોય કે પછી 1999માં કારગિલ યુદ્ધ... SFFના જવાનો દરેક મોટા ઓપરેશનનો ભાગ હતા.

અર્થ સ્પષ્ટ છે, ભારતીય શૂરવીરો હોંસલાને માત આપવી ડ્રેગનની ચાલબાઝી કામ લાગી નહીં. હવે એલએસી પર ડ્રેગનથી ભારતીય જમીનની સુરક્ષાના કામને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સે અંજામ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news