સારા સમાચારઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી, કેરલમાં ધમાકેદાર વરસાદ


ભારતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેરલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગે એકવાર ફરી સામાન્ય વરસાદની જાહેરાત કરી છે. 

સારા સમાચારઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી, કેરલમાં ધમાકેદાર વરસાદ

નવી દિલ્હીઃ ચોમાસાએ કેરલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ  (IMD)એ આજે તેની જાહેરાત કરી હતી. દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની કેરલમાં એન્ટ્રીની સાથે ચાર મહિના લાંબી વરસાદની સીઝન શરૂ થઈ ગઈ છે. 

IMD   ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ, દક્ષિણ-પશ્ચિમ મોનસૂને કેરલમાં એન્ટ્રી કરી લીધી છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનાર આ મોનસૂનને કારણે દેશમાં 75 ટકા વરસાદ થાય છે. હવામાનનું પૂર્વાનુમાન લગાવનારી એક ખાનગી એજન્સી સ્કાઇમેટે 30 મેએ ચોમાસુ આવવાની જાહેરાત કરી હતી પરંતુ આઈએમડીએ તેનો ઇનકાર કરતા કહ્યું હતું કે, આ પ્રકારની જાહેરાત માટે હજુ સ્થિતિ બની નથી. 

— ANI (@ANI) June 1, 2020

નક્કી કરેલા સમયે કેરલમાં પહોંચ્યું ચોમાસુ
ચોમાસાએ નક્કી કરેલા સમયે કેરલમાં એન્ટ્રી કરી છે. મહત્વનું છે કે કેરલમાં થોડા દિવસથી પ્રી મોનસૂન વરસાદ થતો રહ્યો છે. રાજધાની તિરૂવનંતપુરમમાં આજે ભારે વરસાદ થયો છે. 

આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ કે, આ વર્ષે પણ નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં ઓછો વરસાદ થશે. તેમણે કહ્યુ, નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં ઘણા સમયથી થોડો ઓછો વરસાદ થઈ રહ્યો છે અને આ વર્ષે પણ માત્ર 96 ટકા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news