રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ, પિતાને યાદ કરીને લખ્યો ઈમોશનલ મેસેજ, PM મોદીએ કર્યું ટ્વીટ

સન 1991માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ, પિતાને યાદ કરીને લખ્યો ઈમોશનલ મેસેજ, PM મોદીએ કર્યું ટ્વીટ

Rajiv Gandhi Death Anniversary: દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થયો છે. સન 1991માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને લખ્યું, "મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી. તેઓ એક દયાળુ વ્યક્તિ હતા, અને મારા અને પ્રિયંકાના અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિનું મૂલ્ય શીખવ્યું. મને તેમની ખૂબ યાદ આવે છે અને અમે બન્નેએ સાથે જે સમય વિતાવ્યો છે, તેણે યાદ કરું છું.

He was a compassionate & kind man, and a wonderful father to me and Priyanka, who taught us the value of forgiveness and empathy.

I dearly miss him and fondly remember the time we spent together. pic.twitter.com/jjiLl8BpMs

— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2022

તેના સિવાય દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.

— Narendra Modi (@narendramodi) May 21, 2022

કોંગ્રેસ નેતા પી ચિદંબરમ અને સચિન પાયલોટે પણ દિલ્હીના વીર ભૂમિમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે સચિન પાયલટે ટ્વિટ કરીને કહ્યું, ભારતમાં કોમ્પ્યૂટર અને દૂરસંચાર ક્રાંતિનો પાયો નાંખનાર, 21મી સદીના આધુનિક ભારતના શિલ્પી પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમણે વિનમ્ર શ્રદ્ધાંજલિ. આધુનિક વિચારો અને દૂરદર્શિતાથી દેશને એક નવી દિશા ચિંધનાર રાજીવ જી સદૈવ આપણા બધાના પ્રેરણાસ્ત્રોત રહેશે.

— ANI (@ANI) May 21, 2022

તમને જણાવી દઈએ કે, રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે વર્ષ 1968માં લગ્ન કર્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમના સંતાનો છે.

રાજીવ ગાંધીની હત્યા
ભારતના સૌથી યુવા પ્રધાનમંત્રી રહેલા રાજીવ ગાંધીની હત્યા 21 મે 1991ના રોજ એક આતંકી હુમલામાં કરવામાં આવી હતી. પરંતુ તેના પાંચ વર્ષ પહેલા જ અમેરિકી ખાનગી એજન્સી CIA એ એક રિપોર્ટમાં તેમના પર હુમલો થવાની અને હત્યાના કાવતરા વિશે આશંકા સેવી હતી. ત્યારબાદ રાજીવ 1989 સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. 40 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી બનેલા રાજીવ ગાંધી ભારતના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી હતા અને કદાચ વિશ્વના તે યુવા રાજનેતાઓમાં એક, જેમણે સરકારનું નેતૃત્વ કર્યું હતું.

કંઈ વાત પર નારાજ હતા હત્યારા?
1991 ની આ ઘટનાને કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. લિટ્ટે (LTTE) ઉગ્રવાદીઓએ શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાથી નારાજ થઈને તમિલ વિદ્રોહિયોએ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં તેમણે એક મહિલાનો ઉપયોગ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, તે સમયે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા રાજીવ ગાંધીની પાસે એક મહિલા ફૂલોનો હાર લઈને પહોંચી હતી, જેણે ઘણા નજીક જઈને પોતાના શરીરને બોમ્બથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે તેની ઝપેટમાં આવવાથી સૌથી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news