નાગરિકતા કાયદા-NRC મુદ્દે હાઈકોર્ટે મમતા બેનરજીને આપ્યો મોટો ઝટકો
NRC અને નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) નો વિરોધ કરી રહેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) ને કલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સીએએ (CAA) અને એનઆરસી (NRC) લાગુ નહીં કરવાની જાહેરાતો આપવા પર રોક લગાવી છે. અત્રે જણાવવાનું કે મમતા બેનરજીએ ટીવી ચેનલો પર નાગરિકતા કાયદો લાગુ નહીં કરવા દેવા માટે જાહેરાત આપી હતી.
Trending Photos
નવી દિલ્હી: NRC અને નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) નો વિરોધ કરી રહેલા પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) ને કલકાતા હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સીએએ (CAA) અને એનઆરસી (NRC) લાગુ નહીં કરવાની જાહેરાતો આપવા પર રોક લગાવી છે. અત્રે જણાવવાનું કે મમતા બેનરજીએ ટીવી ચેનલો પર નાગરિકતા કાયદો લાગુ નહીં કરવા દેવા માટે જાહેરાત આપી હતી.
Calcutta HC directs West Bengal govt to suspend all media campaigns related to #CitizenshipAmendmentAct
— Press Trust of India (@PTI_News) December 23, 2019
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તથા તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ સીએએ અને એનઆરસીનો પ્રખર વિરોધ કર્યો છે. 16મી ડિસેમ્બરે તેમણે સીએએ અને એનઆરસી વિરુદ્ધ મધ્ય કોલકાતા વિસ્તારથી એક લાંબી રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ જુલુસમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.
જુઓ LIVE TV
મમતાએ રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરની ગતિવિધિ અને નવા નાગરિકતા કાયદાને રાજ્યમાં લાગુ કરવા માટે મંજૂરી નહી આપવાનો લોકોને સંકલ્પ લેવડાવ્યો હતો. સંકલ્પમાં કહ્યું હતું કે આપણે બધા નાગરિકો છીએ. આપણા આદર્શ તમામ ધર્મોમાં સોહાર્દ છે. આપણે કોઈને બંગાળ છોડવા દઈશું નહીં. આપણે શાંતિથી ચિંતા મુક્ત થઈને રહીશું. આપણે બંગાળમાં એનઆરસી તથા સીએએ લાગુ થવા દઈશું નહીં. આપણે શાંતિ જાળવવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે