ખેતરમાં સુઈ રહી હતી મહિલા અને માથે ફેણ ચડાવી બેસી ગયો સાંપ, પછી જે થયું... જુઓ Video

એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ખાટલા પર આરામ કરી રહી છે. આ દરમિયાન ત્યાં સાંપ આવે છે અને મહિલાની ઉપર બેસી જાય છે. સાંપ વિશે ખબર પડતા મહિલા ખુબ પડી જાય છે. 
 

ખેતરમાં સુઈ રહી હતી મહિલા અને માથે ફેણ ચડાવી બેસી ગયો સાંપ, પછી જે થયું... જુઓ Video

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હંમેશા કંઈકને કંઈક ચોંકાવનારૂ વાયરલ થતું રહે છે. આવો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક મહિલા ખાટલા પર આરામ કરી રહી છે. આ દરમિયાન ત્યાં સાપ આવે છે અને તે મહિલા ઉપર બેસી જાય છે. સાંપનો અંદાજ આવતા મહિલા ડરી ગાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે મદદ માટે રાડો પાડી રહી છે. તો ડરને કારણે મહિલા હલી પણ શકી નહીં. 

વાયરલ થયો વીડિયો
આ વીડિયો આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે જો તમારી સાથે આવું થાય તો તમારી શું પ્રતિક્રિયા હશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાંપ મહિલાની ઉપર ફેણ ચડાવી બેઠો છે. તો તેનાથી ડરેલી મહિલા મદદ માટે કહી રહી છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને હજારો વ્યૂ અને લાઇક્ટ મળી ચુકી છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી સામે આવી નથી. 

For information, the snake moved away after few minutes without out causing any harm…
(As received from a colleague) pic.twitter.com/N9OHY3AFqA

— Susanta Nanda IFS (@susantananda3) August 28, 2022

વીડિયો પર ઈન્ટરનેટ યૂઝર્સે ઘણી રસપ્રદ કોમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે તે મહિલાની જગ્યાએ હું હોત તો પણ આ રીતે સુતો રહત અને ભગવાન શંકરના નામના જાપ કરત. તેણે લખ્યું કે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે ભગવાન સહારો હોય છે. એક અન્યએ કોમેન્ટ કરી કે આ પરિસ્થિતિમાં સૌથી સારૂ રિએક્શન તે હશે કે કોઈ રિએક્શન ન આપો. તો એક અન્ય યૂઝરે લખ્યું કે હું જ્યાં સુધી જાણુ છું કે જેટલો મનુષ્ય સાંપથી ડરે છે, તેનાથી વધુ ડર સાંપને મનુષ્યોથી લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news