Smriti Irani નું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈ લોકો મોઢામાં આંગળા નાખી ગયા, આ PICS માં તમે ઓળખી પણ નહીં શકો

ટીવી હોસ્ટ મનિષ પોલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

Smriti Irani નું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોઈ લોકો મોઢામાં આંગળા નાખી ગયા, આ PICS માં તમે ઓળખી પણ નહીં શકો

નવી દિલ્હી: ટીવી હોસ્ટ મનિષ પોલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તમને પણ વિચાર આવશે કે આખરે આ તસવીરમાં એવું તે શું છે કે તેના પર આટલી ચર્ચા થાય છે. વાત જાણે એમ છે કે મનિષ પોલ હાલમાં જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતો. તસવીરમાં મનિષ પોલની સાથે સ્મૃતિ ઈરાની પણ સોફા પર બેસીને પોઝ આપતા જોવા મળ્યો. પરંતુ જે એક વસ્તુએ લોકોનું ધ્યાન ખેંચ્યું તે છે સ્મૃતિ ઈરાનીનું ટ્રાન્સફોર્મેશન ( smriti irani transformation). ફેન્સ સ્મૃતિ ઈરાનીને જોઈને ચકિત થઈ ગયા. 

સ્મૃતિ ઈરાની આ તસવીરમાં ફેટ ટુ ફિટ જોવા મળી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીની ફિટનેસ જોઈને એવું લાગે છે કે લોકડાઉન દરમિયાન તેમણે પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપ્યું છે. આમ તો આ બેઠકમાં એક મજેદાર વાત પણ જોવા મળી. સ્મૃતિ ઈરાનીએ મનિષ પોલને ચાની જગ્યાએ ઉકાળો પીવડાવી દીધો. 

મનિષ પોલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્મૃતિ ઈરાની સાથે ત્રણ તસવીરો શેર કરી છે. એકમાં તેઓ સ્માઈલ કરતા, બીજામાં ઉકાળાનો કપ પકડતા અને ત્રીજામાં માસ્ક દેખાડતા સેલ્ફી લઈ રહ્યા છે. મનિષે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે 'એક કપ ઉકાળો પીવડાવવા બદલ આભાર'. સ્મૃતિ મેમ, શું સમય આવી ગયો છે, ચાની જગ્યાએ બધા ઉકાળો પીવા લાગ્યા છે. મને તમારા ઘરે આમંત્રિત કર્યો અને હંમેશાની જેમ શાનદાર સ્વાગત કર્યું તે બદલ ખુબ ખુબ આભાર. મનિષે આગળ લખ્યું છે કે 'માસ્ક મેં ફક્ત ફોટો  ક્લિક કરવા માટે  હટાવ્યું છે. બધાને ખુબ પ્રેમ.'

Khal Nayak: બ્રેસ્ટ સાઈઝ વધારવા માટે નીના ગુપ્તા પાસે સુભાષ ઘાઈએ કરી હતી એવી માંગ...શરમથી લાલચોળ થઈ ગઈ

મનિષ પોલના આ ફોટા પર સોશિયલ મીડિયા પર યૂઝર્સ ખુબ રિએક્શન આપી રહ્યા છે. હજારો લાઈક્સ મળી છે. મનિષ પોલે અનેક ટીવી શો હોસ્ટ કર્યા છે. મિકી વાયરસથી બોલીવુડમાં ડેબ્યૂ પણ કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં તેની સાથે એલી અવરામ પણ જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news