સ્મૃતિનો દીપિકા પર હુમલો, 'જે દેશના ટુકડા ઈચ્છે છે, તે તેની સાથે ઉભી રહી'

એક કાર્યક્રમમાં જેએનયૂ મામલા પર બોલતા સ્મૃતિ ઈરાનીએ દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દીપિકા દેશને બરબાદ કરનારની સાથે ઉભી રહી હતી. 

સ્મૃતિનો દીપિકા પર હુમલો, 'જે દેશના ટુકડા ઈચ્છે છે, તે તેની સાથે ઉભી રહી'

નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ 'છપાક' આજે (10 જાન્યુઆરી) રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ પહેલા જેએનયૂ જઈને દીપિકાએ તમામને ચોંકાવી દીધા હતા. દીપિકા જેએનયૂમાં હાજર હતી તો તેની સામે દેશ તોડવાના નામા લાગ્યા હતા. દીપિકાએ ત્યાં કોઈ નિવેદન ન આવ્યું, પરંતુ તે ત્યાં ચુપચાપ હાજરી આપીને નિકળી ગઈ હતી. આ મામલાને લઈને હવે સ્મૃતિ ઈરાનીએ દીપિકા પર હુમલો કર્યો છે. 

સ્મૃતિએ એક કાર્યક્રમમાં કહ્યું કે, જેણે આ સમાચાર જોયા, તે જાણવા ઈચ્છશે કે આવા પ્રદર્શનકારીઓ વચ્ચે કેમ ગઈ? તે ચોંકવનારી વાત છે કે તે તેવા લોકોની સાથે ઉભી રહી, જે ભારતના ટુકડા કરવા ઈચ્છે છે. તે તેની સાથે ઉભી રહી, જે એક મહિલાની વિચારધારા સાથે અસહમત થવા પર તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર લાત મારે છે. ભારત તારા ટુકડા થશે કહેનારની સાથે તે ઉભી રહેવા ઈચ્છે છે તો તે તેનો અધિકાર છે. સ્મૃતિએ કહ્યું કે, તેણે પોતાનું રાજકી વલણ 2011માં સ્પષ્ટ કરી દીધું હતું. જ્યારે તેણે કોંગ્રેસ પાર્ટીનું સમર્થન કર્યું હતું અને રાહુલ ગાંધીનું પીએમ પદ માટે સમર્થન કર્યું હતું. 

— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 10, 2020

મહત્વનું છે કે દીપિકા પાદુકોણ મંગળવારે સાંજે જેએનયૂ પહોંચી હતી અને કન્હૈયા કુમાર તથા અન્ય છાત્રોના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. તેણે જેએનયૂ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષ સાથે પણ મુલાકાત કરી હતી. અહીં દીપિકા વિદ્યાર્થીઓના સમર્થનમાં આશરે 10 મિનિટ સુધી હાજ રહી હતી. આ દરમિયાન દીપિકાની સામે 'અમારે જોઈએ આઝાદી'ના નારા પણ લાગ્યા હતા. આ #BoycottChhapaak હેશટેગની સાથે લોકો ટ્વીટ કરવા લાગ્યા કે તેણે દેશને તોડતી શક્તિઓનું સમર્થન કર્યું છે. 

આમ તો દીપિકાએ જેએનયૂમાં થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, તે જોઈને મને ગર્વ થાય છે કે અમે અમારી વાત કહેવાથી ડરી રહ્યાં નથી. તે જોઈને ખુશી થાય છે કે લોકો સામે આવી રહ્યાં છે અને ડર્યા વિના અવાજ ઉઠાવી રહ્યાં છે. દીપિકાએ કહ્યું હતું કે, તે જરૂરી છે કે લોકો ચુપ ન રહે, ખુલીને પોતાના વિચાર વ્યક્ત કરે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news