Good News: રોજ 9 કલાક ઊંઘો અને 1 લાખ રૂપિયા કમાઓ...આ ભારતીય કંપની આપે છે ઓફર

પસંદગી પામેલા ઉમેદવારો કંપની તરફથી અપાયેલી ગાદી પર જ સૂઈ જશે અને જણાવશે કે તેમને કેવી ઊંઘ આવી. કંપની ઊંઘ લેનારા ઉમેદવારોનું કાઉન્સિલિંગ કરશે અને ગાદી પર તેમના સૂવાની પદ્ધતિઓને પણ ટ્રેક કરશે.

Good News: રોજ 9 કલાક ઊંઘો અને 1 લાખ રૂપિયા કમાઓ...આ ભારતીય કંપની આપે છે ઓફર

નવી દિલ્હી: દેશના આઈટી હબ અને કર્ણાટકની રાજધાની બેંગ્લુરુ (Bangaluru) ની એક કંપની તમને ઊંઘના બદલે એક લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે. શરત એ છે કે પસંદ કરાયેલા વ્યક્તિએ 100 દિવસ સુધી રોજ 9 કલાકની ઊંઘ (Sleep) પૂરી કરવાની રહેશે. ઓનલાઈન સ્લીપ સોલ્યુશન્સ કંપની વેકફિટે આ ઓફર બહાર પાડી છે. Wakefit.co એ આ પ્રોગ્રામને 'વેકફિટ સ્લીપ ઈન્ટર્નશીપ' નામ આપ્યું છે. જ્યાં પસંદગી પામેલા ઉમેદવારોએ 100 દિવસ સુધી રોજ દરરોજ રાતે 9 કલાકની ઊંઘ પૂરી કરવી જરૂરી છે. 

પસંદગી પામેલા ઉમેદવારો કંપની તરફથી અપાયેલી ગાદી પર જ સૂઈ જશે અને જણાવશે કે તેમને કેવી ઊંઘ આવી. કંપની ઊંઘ લેનારા ઉમેદવારોનું કાઉન્સિલિંગ કરશે અને ગાદી પર તેમના સૂવાની પદ્ધતિઓને પણ ટ્રેક કરશે. આ દરમિયાન વિશેષજ્ઞો તરફથી સૂવા અંગે સલાહ પણ આપવામાં આવશે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોની ઊંઘનું વીડિયો રેકોર્ડિંગ થશે. 

વિજેતાઓને એક સ્લીપ ટ્રેકર આપવામાં આવશે જે ઈન્ટર્નશીપ ગાદીનો ઉપયોગ કરતા પહેલા અને ત્યારબાદ ઊંઘની પેટર્નને રેકોર્ડ કરશે. એક લાખ રૂપિયા કમાવવા માટે ઈન્ટર્ને દરરોજ નવ કલાક ઊંઘ પૂરી કરવાની અને વેકફિટ કંપની સાથે ઊંઘનો ડેટા શેર કરવાનો રહેશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

Wakefit.coના ડાઈરેક્ટર અને સહ સંસ્થાપક ચૈતન્ય રામલિંગેગૌડાએ જણાવ્યું કે એક સ્લીપ સોલ્યુશન્સ કંપની તરીકે અમારો  હેતુ લોકોને વધુ સારી રીતે ઊંઘવા માટે પ્રેરિત કરવાનો છે. ભાગદોડવાળી જિંદગીમાં ઊંઘ દુર્ભાગ્યથી એક દુર્ઘટના જેવી બની રહી છે જે આપણા સ્વાસ્થ્ય, ઉત્પાદકતા અને જીવનની ગુણવત્તા પર વિપરિત અસર પાડી રહી છે. તેમણે કહ્યું કે અમે તેમાં દેશના એ લોકોની ભરતી કરવા માંગીએ છીએ જે પોતાની જિંદગીમાં ઊંઘને પ્રાથમિકતા આપવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. 

વેકફિટના રાઈટ ટુ વર્ક નેપ્સ ટાઈટલના સર્વે મુજબ 1500 ઉત્તરદાતાઓમાંથી 70 જણે કહ્યું છે કે તેમની પાસે કામ દરમિયાન એક 'નેપ રૂમ' નથી. અત્રે જણાવવાનું કે આ અગાઉ નાસા (NASA) પોતાના અંતરિક્ષ રિસર્ચ માટે બે મહિના સુધી બિસ્તર પર સૂનારા લોકોને 19000 ડોલર (લગબગ 14 લાખ રૂપિયા) ચૂકવવા તૈયાર થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news