CBI vs CBI: સરકારે મુક્યો પક્ષ, અંદાજો ના લગાવો કોણ સાચુ અને કોણ ખોટુ
કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે CBIના મામલે તપાસના અધિકારી સરકારની પાસે નથી. એવામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBIના ઓફિસરો વચ્ચે ચાલી રહેલા આંતરીક વિવાદની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે CBIના મામલે તપાસના અધિકારી સરકારની પાસે નથી. એવામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે CBIની તપાસનું મોનીટરીંગ સીવીસી કરી શકે છે, પરંતુ તેમની પાસે તપાસના અધિકાર નથી.
નાણાં મંત્રીએ કહ્યું કે CBIના ઓફિસર રાકેશ અસ્થાના અને આલોક વર્મા એક બીજાની આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ કિસ્સામાં, બન્નેમાંથી કોઇ પણ આ મામલે તપાસ કરી શકશે નહીં અને તેમના હેઠળ તપાસ થઇ શકે. આ કેસની નિષ્પક્ષ તપાસ માટે બન્ને ઓફિસરોને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. અરૂણ જેટલીએ સ્પષ્ટ કર્યું છે કે અત્યારે અંદાજો લાગાવી શકાય નહી કે ઓધિકારીઓમાંથી કોણ સાચુ અને ખોટું છે. નિષ્પક્ષ તપાસ બાદ જ કોઇ નિર્ણય પર પહોંચી શકાશે.
વાંચવા માટે ક્લિક કરો: કોણ છે મોઈન કુરેશી, જેણે કારણે CBIના અધિકારીઓ બે બિલાડીઓની જેમ બાખડી રહ્યાં છે
વિપક્ષે સરકાર પર સાધ્યુ નિશાન
આ સમગ્ર કેસમાં મુખ્ય વિપક્ષ પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આજ અમાન્ય ગેરકાનૂની અને ન્યાય વિરૂધ રીતેથી કેન્દ્ર સરકારે દેશની સંસ્થાઓને ICUમાં મોકલી દીધી છે. રાફેલ કૌભાંડમાં ભયભીત ભાજપે CBIને ક્યાયની છોડી નથી. અમે સીધો આરોપ લગાવીએ છે કે આ સરકાર પર કે રાફેલ કૌભાંડથી બચવા અને તેમના કારનામાઓને સંતાળવા માટે CBI ચીફને રજા પર મોકલી દીધા છે.
વાંચવા માટે ક્લિક કરો: CBI વિવાદ: અચાનક રજા પર મોકલતા રોષે ભરાયા આલોક વર્મા, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
CBI એક્ટ અનુસાર આપ CBI પ્રમુખના કાર્યકાળથી પહેલા તેમના હટાવી શકતા નથી. એટલા માટે સરકારે તેમને રજા પર મોકલવાની વાત કરી છે. આ ગુજરાત મોડલ જેવી કાર્યવાહી છે. પ્રધાનમંત્રીએ સીધા હસ્તક્ષેપ કર્યો છે. એક ફોજદારીના મામલા પર. CVCને પાવર ક્યાંથી મળી ગયો, તમને હટાવવાનો. CVCને આવો કોઇ પાવર નથી. CVC માત્ર એક advisory body છે. આ સરકાર CVCનો પણ દુરપ્યોગ કરી રહી છે. CVCને કોઇ અધિકાર નથી. CVC ના તો CBI ડાયરેકટરની નિમણુંક કરી શકે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે