Corona Update: ભારતમાં પ્રથમવાર 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ, 775 દર્દીના મૃત્યુ

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 52 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 16 લાખ નજીક પહોંચી ગઈ છે. 

Corona Update: ભારતમાં પ્રથમવાર 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ, 775 દર્દીના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Corona Virus in India)ના નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 52,123 કેસ સામે આવ્યા છે. એટલે કે પ્રથમવાર કોરોના કેસની સંખ્યા એક દિવસમાં 50 હજારને પાર પહોંચી છે. તો આ દરમિયાન વધુ 775 લોકોના મૃત્યુ થયા છે.

Total #COVID19 positive cases stand at 15,83,792 including 5,28,242 active cases, 10,20,582 cured/discharged & 34,968 deaths: Health Ministry https://t.co/ZakSSmhbNf pic.twitter.com/H5ktC0mvs7

— ANI (@ANI) July 30, 2020

એક દિવસમાં રેકોર્ડ કેસ
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં એક દિવસમાં 52 હજાર 123 કેસ સામે આવ્યા છે. તો વધુ 775 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે દેશમાં અત્યાર સુધી 15 લાખ 87 હજાર 792 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 775 મોતની સાખે મૃત્યુઆંક 34968  થઈ ગયો છે. દેશમાં સારવાર બાદા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10 લાખ 20 હજાર 582 છે. તો હાલ એક્ટિવ કેસોની સંખ્યા 5 લાખ 28 હજાર 242 છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news