Shopian Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, શોપિયાં એનકાઉન્ટમાં બે આતંકી ઠાર
Shopian Encounter: કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓ પાસે વિસ્ફોટક જપ્ત થયો છે. આ અથડામણ સવારે ચૌગામ વિસ્તારમાં શરૂ થઈ હતી.
Trending Photos
શ્રીનગરઃ Shopian Encounter: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયાંમાં આતંકીઓ (Terrorists) અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી વિસ્ફોટ જપ્ત થયો છે. આ અથડામણ આજે સવારે ચૌગામ (Chowgam) વિસ્તારમાં શરૂ થઈ હતી.
હજુ તે જાણકારી મળી નથી કે ઘરાયેલા આતંકી ક્યા સંગઠન સાથે જોડાયેલા છે. અથડામણને લઈને કાશ્મીર ઝોન પોલીસ (Kashmir Zone Police) એ ટ્વીટ કર્યું છે, શોપિયાંમાં ચાલી રહેલી અથડામણમાં બે અજાણ્યા આતંકી માર્યા ગયા છે અને તેની પાસેથી વિસ્ફોટક મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
#UPDATE | Two unidentified terrorists neutralized in the encounter that broke out between security forces and terrorists in the Chowgam area of Shopian. Incriminating materials including arms & ammunition recovered. The search operation is underway: Kashmir Zone Police pic.twitter.com/fphCiEXP3f
— ANI (@ANI) December 25, 2021
કાલે માર્યો ગયો હતો એક અજાણ્યો આતંકી
મહત્વનું છે કે આ પહેલા કાલે અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનનો એક આતંકી માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તે એક પોલીસ નિરીક્ષક અને ભાજપ કાર્યકર્તાઓ અને અન્યની હત્યામાં સામેલ હતો. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, જિલ્લાના અરવાની વિસ્તારમાં મુમનહાલ ગામમાં આતંકીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પોલીસે કહ્યું- સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ તેને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું. તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરી દીધો અને સુરક્ષાદળોએ ગોળીબારી શરૂ કરી હતી. જવાબી કાર્યવાહીમાં તે મોતને ભેટ્યો હતો. આતંકવાદીની ઓળખ શહઝાદ અહમદ સેહના રૂપમાં થઈ છે, જે કુલગામના સેહપોરાનો રહેવાની હતી.
અમારૂ લક્ષ્ય આતંકવાદને ઉખેડી ફેંકવાનો છે- દિલબાગ સિંહ
તો શ્રીનગરના હરવાન વિસ્તારમાં અથડામણ સહિત લાગમાં થયેલા સર્ચમાં ઘણા પાકિસ્તાની આતંકીઓને ઠાર કરવાનો સંદર્ભ આપતા જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ- અમારૂ લક્ષ્ય જમ્મુ-કાશ્મીરથી આતંકવાદને ઉખેડી ફેંકવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે