માતાની લાશને મોટરસાઇકલ પર લઈ જવા માટે મજબૂર થયો દીકરો, માનવતા માટે કલંક જેવી ઘટના

મધ્યપ્રદેશના તિકમગઢ વિસ્તારમાં બની છે આ ઘટના 

માતાની લાશને મોટરસાઇકલ પર લઈ જવા માટે મજબૂર થયો દીકરો, માનવતા માટે કલંક જેવી ઘટના

નવી દિલ્હી : વિકાસના દાવાઓ વચ્ચે એવી ચોંકાવનારી ઘટનાઓ આવતી રહે છે જે વિકાસના દાવાઓની પોલ ખોલી નાખે છે. હાલમાં બનેલી એક ઘટનામાં મધ્યપ્રદેશના તિકમગઢની એક જિલ્લા હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે શબવાહિની આપવાની ના પાડી દેતા દીકરાએ મજબૂરીમાં પોતાની માતાનો મૃતદેહ બાઇક પર લઈ જવો પડ્યો. આ ઘટના પછી એડીએમએ તપાસનો આદેશ આપ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના તિકમગઢના મોહનગઢ થાણા ક્ષેત્રમાં રહેતી એક મહિલાનું સર્પદંશના કારણે મૃત્યુ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પછી પોસ્ટમોર્ટમ કરવાની વાત કરી હતી. 

— ANI (@ANI) July 11, 2018

મી઼ડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસ પોતે મહિલાના શબને પોસ્ટમોર્ટમ માટે ન લઈ ગઈ પણ દીકરાને જિલ્લા હોસ્પિ્ટલ જવાનું ક્હ્યું. દીકરાએ વારંવાર સરકારી શબવાહિની માટે ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળતા તે આખરે માતાના શબને દોરીથી બાંધીને બાઇક પર લઈ ગયો. આ સમાચાર મીડિયામાં વાઇરલ બનતા એડીએમએ તપાસના આદેશ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news