મહિલાએ પોલીસ ફરિયાદ કરતા કહ્યું- 'બંધ બારણે થતું કામ' પાડોશી બારી ખુલ્લી રાખીને કરે છે, બંધ કરાવો
બેંગલુરુમાં કથિત અશ્લિલ હરકતથી પરેશાન થઈને એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો દક્ષિણ બેંગલુરુના ગિરિનગરના અલાહલ્લીનો છે. જ્યાં એક 44 વર્ષની મહિલાએ પોતાના નવપરિણીત પાડોશી કપલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
Trending Photos
બેંગલુરુમાં કથિત અશ્લિલ હરકતથી પરેશાન થઈને એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો દક્ષિણ બેંગલુરુના ગિરિનગરના અલાહલ્લીનો છે. જ્યાં એક 44 વર્ષની મહિલાએ પોતાના નવપરિણીત પાડોશી કપલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે તેના પાડોશી પોતાના બેડરૂમની બારી ખુલ્લી રાખીને શારીરિક સંબંધ બનાવે છે.
જો કે આ મામલે એક નવો વળાંક પણ જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે નવપરિણીત કપલ જે મકાનમાં રહે છે તે મકાન માલિકની પત્નીએ ઉલ્ટુ તેના પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવ્યો છે કે મહિલાનો પરિવાર તેના ભાડૂઆતોને ઘર ખાલી કરાવવાના ઈરાદે કારણ વગર ઝઘડ્યા કરે છે. બાદમાં બંને પક્ષ ગિરિનગર પોલીસ મથક પહોંચ્યા અને કહ્યું કે તેઓ આ મામલાને આગળ વધારવા માંગતા નથી. પોલીસે જણાવ્યું કે બંને ફરિયાદો પર એફઆઈઆર નોંધાઈ છે એટલે ફરિયાદર્તાઓએ હવે કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ 8 માર્ચના રોજ મહિલાએ એક એફઆઈઆર નોંધાવી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે જ્યારે આગલા દિવસે રાતે લગભગ 10.30 વાગે પોતાના ઘરનો મેઈન ગેટ ખોલ્યો તો તે દંગ રહી ગઈ હતી. સામે નવપરિણીત ભાડૂઆત કપલ સેક્સ કરી રહ્યા હતા. મહિલાએ કહ્યું કે આ ખુબ જ ખરાબ હતું. મે તેને કહ્યું કે તે બારી બંધ કરી લે અને પછી ભલે ગમે તે કરે. પરંતુ તેમણે મારી વાત સાંભળી નહીં. દંપત્તિએ મારી સાથે દુર્વ્યવ્હાર કર્યો અને બળાત્કાર કરવાની અને મારી નાખવાની ધમકી આપી.
જેના જવાબમાં નવપરિણીત ભાડૂઆતની મકાન માલિકણે 10 માર્ચના રોજ એક જવાબી એફઆઈઆર દાખલ કરી. જેમાં 'ઓપન સેક્સ'ની ફરિયાદ કરનારી મહિલા અને તેના પરિવાર પર જાણી જોઈને તેના ભાડૂઆતો સાથે ઝઘડો કરવાનો આરોપ લગાવ્યો. નવપરિણીત કપલ અને તેના મકાન માલિક અને ગૃહિલી મહિલા તથા તેના પતિ પર ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ મામલો દાખલ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે