UP: શિવપાલ યાદવે બનાવી નવી પાર્ટી, 2019માં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી

સમાજવાદી પાર્ટીથી અલગ થઈને શિવપાલ સિંહ યાદવે નવો રાજકીય પક્ષ રચ્યો છે. આ પાર્ટીનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી છે.

UP: શિવપાલ યાદવે બનાવી નવી પાર્ટી, 2019માં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી

લખનઉ: સમાજવાદી પાર્ટીથી અલગ થઈને શિવપાલ સિંહ યાદવે નવો રાજકીય પક્ષ રચ્યો છે. આ પાર્ટીનું નામ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીનું રજિસ્ટ્રેશન ચૂંટણી પંચમાં કરાવી દેવાયું છે. શિવપાલ યાદવના જણાવ્યાં મુજબ 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી દરેક બેઠક પર ચૂંટણી લડશે. 

શિવપાલ સિંહ યાદવે પોતાની પાર્ટી માટે ચૂંટણી આયોગ પાસે કાર, મોટરસાઈકલ કે ચક્ર ચૂંટણી ચિન્હની માગણી કરી છે. શિવપાલનો દાવો છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે અને આ તમામ ઉમેદવારો પાર્ટીના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે. તેમનું કહેવું છે કે આ માટે 40 પક્ષો સાથે વાતચીત થઈ છે. 

અત્રે જણાવવાનું કે સમાજવાદી સેક્યુલર મોરચાના સંસ્થાપક અને અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે ગુરુવારે મેરઠમાં દાવો કર્યો હતો કે તેમણે મોટા ભાઈ મુલાયમ સિંહ યાદવને પોતાના મોરચાથી 2019ની ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમણે એ પણ દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહના તેમને આશીર્વાદ છે. 

પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવે અહીં એક સ્વાગત કાર્યક્રમમાં કહ્યું કે મહાગઠબંધનની બેઠકમાં મને બોલાવવામાં આવ્યો નહીં. ત્યારબાદ જેટલા પણ સમાન વિચારધારાના પક્ષ છે, અને જે નાના નાના 40 પક્ષો છે જેમને કોઈ પૂછતું નથી, તે બધાને એકજૂથ કરીને સંગઠન બનાવવામાં આવ્યું છે. તેઓ તમામ અમારી સાથે જોડાયા છે. તેમણે કહ્યું કે 2019ની લોકસભા ચૂંટણી બધુ નક્કી કરી નાખશે. 

પૂર્વ સપા નેતાએ કહ્યું કે જલદી સમાજવાદી સેક્યુલર મોર્ચાની કમિટીઓ રચવા જઈ રહી છે. તમામ શહેરોમાં ફરીને કમિટીઓના પદાધિકારીઓના નામ નક્કી કરીને તેમને લોકસભા ચૂંટણીનું કામ સોંપવામાં આવશે. મોરચામાંથી કેટલી બેઠકો પર ઉમેદવારો ઉતારવાના છે તે વાત પૂર્વ મંત્રીએ જણાવી નહીં પરંતુ તેમણે કહ્યું કે મજબુતાઈથી મોરચાના ઉમેદવારો ચૂંટણી લડીને જીત નક્કી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news