મુંબઈ: શિવસેનાએ ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક કર્યાં, ભાડું જાણી આંખો પહોળી થઈ જશે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર  હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ્યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે. 

મુંબઈ: શિવસેનાએ ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક કર્યાં, ભાડું જાણી આંખો પહોળી થઈ જશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર  હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ્યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે. 

અત્યાધુનિક સુખ સુવિધાઓવાળી આ ફાઈવ સ્ટાર હોટલ મુંબઈના અંધેરી ઈસ્ટ વિસ્તારના સહાર એરપોર્ટ રોડ પર છે. હોટલમાં એક રાત (2PM થી 12 PM)નું રૂમનું  ભાડું 9,900 રૂપિયા (લગભગ 10000 રૂપિયા)થી લઈને 31,000 રૂપિયા સુધીનું છે. 

ઉદ્ધવ ઠાકરે સાંજે મળશે
ઉદ્ધવ ઠાકરે આજે સાંજે લલિત હોટલ પહોંચશે અને સુપ્રીમ કોર્ટમાં આજે થયેલી સુનાવણી બાદ શિવસેના પ્રમુખ પોતાના તમામ ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર વિચાર વિમર્શ કરશે. લલિત હોટલના બોર્ડ રૂમમાં તેની તૈયારીઓ થઈ રહી છે. આ બાજુ શિવસેનાના ભાસ્કર જાધવ, પ્રતાપ સરનાઈક, સુનીલ પ્રભુ અને દીપક કેસરકર શિવસેનાના ધારાસભ્યોથી અલગ અલગ જૂથમાં વાતચીત પણ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે સવારે 8 વાગે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યાં. એનસીપી પ્રમુખ શરદ પવારના બળવાખોર ભત્રીજા અજિત પવારે પણ તેમની સાથે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. ત્યારબાદથી રાજકીય ભૂકંપ આવી ગયો છે. 

નવી સરકાર વિરુદ્ધ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેમની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી થઈ જો કે તત્કાળ ફ્લોર ટેસ્ટની માગણીને નામંજૂર કરી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને નોટિસ પાઠવી છે. હવે સોમવારે ફરીથી સુનાવણી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news