ટીમ ઈન્ડિયાનો સતત 7મો ટેસ્ટ વિજય, બનાવ્યા કેટલાક વિશેષ રેકોર્ડ

ભારતે પોતાના વિજયની સાથે જ વિજયના એ સર્વશ્રેષ્ઠ ક્રમના રેકોર્ડનો તોડી નાખ્યો, જે તેણે ફેબ્રુઆરી-નવેમ્બર 2013 દરમિયાન સતત 6 ટેસ્ટ જીતી હતી. બીજી તરફ ભારતે સતત ચોથી વખત ઈનિંગ્સથી વિજય મેળવવામાં સફળતા મેળવી છે. 

ટીમ ઈન્ડિયાનો સતત 7મો ટેસ્ટ વિજય, બનાવ્યા કેટલાક વિશેષ રેકોર્ડ

કોલકાતાઃ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને કોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો છે. પિન્ક બોલ ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ સારી રીતે રમી શકી નહીં અને ભારતે ત્રીજી જ દિવસે રવિવારે મહેમાન ટીમને હરાવી
દીધી હતી. આ વિજય સાથે જ ભારતે સતત 7 ટેસ્ટ જીતવામાં સફળતા મેળવી છે. ભારતના વિજયનો આ સિલસિલો ઓગસ્ટ મહિનાથી (એન્ટીગા ટેસ્ટ) શરૂ થયો છે. 

ભારતે પોતાના વિજયની સાથે જ વિજયના એ સર્વશ્રેષ્ઠ ક્રમના રેકોર્ડનો તોડી નાખ્યો, જે તેણે ફેબ્રુઆરી-નવેમ્બર 2013 દરમિયાન સતત 6 ટેસ્ટ જીતી હતી. બીજી તરફ ભારતે સતત ચોથી વખત ઈનિંગ્સથી વિજય મેળવવામાં સફળતા મેળવી છે. ભારતે ક્રમશઃ
પુણે, રાંચી, ઈન્દોર અને કોલકાતા ટેસ્ટમાં ઈનિંગ્સથી વિજય મેળવવાની ઉપલબ્ધિ મેળવી હતી. 

એક ઈનિંગ્સ સાથે ભારતના 4 વિજય 
1. ઈનિંગ્સ અને 137 રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, પુણે (2019/20)
2. ઈનિંગ્સ અને 202 રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાંચી (2019/20)
3. ઈનિંગ્સ અને 130 રન વિરુદ્ધ બાંગ્લાદેશ, ઈન્દોર (2019/20)
4. ઈનિંગ્સ અને 46 રન વિરુદ્ધ બાંગ્લાદેશ, કોલકાતા (2019/20)

આ અગાઉ ભારતે 1992/93 અને 1993/94 દરમિયાન ટેસ્ટમાં ઈનિંગ્સ સાથે ત્રણ વિજય મેળવ્યા હતા. કોલકાતામાં આ વિજય સાથે જ ભારતે ઈનિંગ્સ સાથે સતત 4 વિજય નોંધાવીને પોતાનો જ 26 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

ભારત તરફથી પ્રથમ સદી ફટકારનારા ખેલાડી

કેપ્ટન કોહલીના નામે વધુ એક ઉપલબ્ધિ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામે પણ વધુ એક ઉપલબ્ધિ નોંધાઈ ગઈ છે. વિરાટે કેપ્ટન તરીકે ઈનિંગ્સ સાથે 11મી વખત ટેસ્ટ જીતવામાં સફળતા મેળવી છે. આ બાબતે મહેન્દ્ર સિંહ ધોની પણ તેનાથી પાછળ છે. વિરાટ કોહલી ઈનિંગ્સ સાથે સૌથી વધુ
ટેસ્ટ જીતવા બાબતે ભારતીય કેપ્ટન છે. 

IND vs BAN : વિરાટ કોહલીની 70મી સદી, જાણો કેટલા રેકોર્ડ બન્યા અને કેટલા તુટ્યા

ઈનિંગ્સ સાથે સૌથી વધુ ટેસ્ટ જીતનારા કેપ્ટન 
કેપ્ટન                   ટેસ્ટ વિજય
વિરાટ કોહલી              11
મહેન્દ્ર સિંહ ધોની          09
મોહમ્મદ અઝહરુદ્દીન    08
સૌરવ ગાંગુલી             07

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news