કંગના સાથેના શાબ્દિક યુદ્ધમાં શિવસેનાના નેતાએ અમદાવાદનો ઉલ્લેખ કરીને 'કાચુ કાપ્યું'?
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ ચાલુ છે. રિયા ચક્રવર્તીની આજે એનસીબી પૂછપરછ કરશે. આ બાજુ મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના પાર્ટીના નેતા અને સંજય રાઉત તથા અભિનેત્રી કંગના રનૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે.
Trending Photos
મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ ચાલુ છે. રિયા ચક્રવર્તીની આજે એનસીબી પૂછપરછ કરશે. આ બાજુ મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેના પાર્ટીના નેતા અને સંજય રાઉત તથા અભિનેત્રી કંગના રનૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચરમસીમાએ છે. કંગનાએ મુંબઇ પર તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું જેને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે તેને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. આ મામલે સંજય રાઉતે હવે વિવાદમાં અમદાવાદને પણ ઢસડ્યું છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે. તેનામાં અમદાવાદ વિશે આવું કહેવાની હિંમત છે ખરી?
શું કહ્યું શિવસેના નેતા સંજય રાઉતે?
કંગનાના નિવેદન પર થયેલા વિરોધ પ્રદર્શનો અને સમગ્ર મામલે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો તે છોકરી (કંગના રનૌત) મહારાષ્ટ્રની માફી માંગશે તો હું તેને માફી આપવા વિશે વિચારીશ. તે મુંબઇને મીની પાકિસ્તાન કહે છે. પરંતુ શું તેનામાં તે જ રીતે અમદાવાદ વિશે એવું બોલવાની હિંમત છે ખરી?
If that girl (Actor Kangana Ranaut) will apologise to Maharashtra, then I will think about it (of apologising). She calls Mumbai a mini Pakistan. Does she have the courage to say the same about Ahmedabad?: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/GnUBd0ZTFO
— ANI (@ANI) September 6, 2020
શું છે વિવાદ?
કંગના રનૌતે મુંબઇને લઈને આપેલા નિવેદન પર વિવાદ વધી રહ્યો છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે તેમને મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું લાગે છે. જેને લઈને અનેક હસ્તીઓએ પણ કંગનાના વિરોધમાં ટ્વીટ કરી હતી. રેણુકા શહાણે સાથે પણ ટ્વિટર યુદ્ધ છેડાયું હતું.
કંગનાએ કહ્યું હતું કે મુંબઇ પોલીસથી છે ડર
હકીકતમાં કંગનાએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે બોલિવૂડના ડ્રગ લિંક અંગે તે જાણે છે. તેમણે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો માટે ટ્વીટ કરી હતી કે તે તેમને મદદ કરી શકે છે. શરત એ છે કે તેમને સુરક્ષા આપવામાં આવે. જેના પર ભાજપના નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે તે સેન્ટર કે હિમાચલ પ્રદેશ પાસેથી સુરક્ષા ઈચ્છે છે. મુંબઇ પોલીસથી ડર જતાવ્યો હતો. તેના પર સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે એટલો જ ડર હોય તો મુંબઇ ન આવે. કંગનાએ પલટવાર કરતા કહ્યું હતું કે મુંબઇ હવે પીઓકે જેવું ફીલ થાય છે.
જુઓ VIDEO
કંગનાએ રિયાની ડ્રગ ચેટ સામે આવ્યાં બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર ડ્રગ કોકીન છે, લગભગ દરેક પાર્ટીમાં તેનો ઉપયોગ થાય છે. તે ખુબ મોંઘી છે પરંતુ જ્યારે તમે શરૂઆતમાં કોઈ ઊંચી હાઉસીઝમાં જાઓ છો તો તમને તે ફ્રી આપવામાં આવે છે. MDMA ક્રિસ્ટલ પાણીમાં ભેળવી દેવાય છે અને તમારી જાણકારી વગર તમને આપવામાં આવે છે.
કંગનાની ઓપન ચેલેન્જ, '9મીએ આવું છું મુંબઇ, કોઈના બાપમાં તાકાત હોય તો રોકે'
આ સમગ્ર મામલે કંગનાએ મુંબઇ ન આવવાની શિખામણો મળતા પલટવાર કર્યો હતો. કંગના રનૌતે ટ્વીટ કરીને કહ્યું, "હું જોઈ રહી છું કે અનેક લોકો મને મુંબઇ પાછા ન ફરવાની ધમકી આપી રહ્યા છે. આથી મેં નક્કી કર્યું છે કે 9 સપ્ટેમ્બરે હું મુંબઇ પાછી ફરીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને સમય પોસ્ટ કરીશ, કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે