લખનઉમાં પ્રચાર વિવાદ, શત્રુઘ્નએ કહ્યું મને પાર્ટી પ્રત્યે પ્રેમ પરંતુ પરિવાર પ્રથમ
અભિનેતા સાંસદ શત્રુઘ્ન સિન્હાની પત્ની પુનમ સિન્હાએ ગુરૂવારે લખનઉ લોકસભા સીટથીઉમેદવારી દાખલ કરી હતી
Trending Photos
લખનઉ : લોકસભા ચૂંટણી 2019 માટે અભિનેતા સાંસદ શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂન સિન્હાએ ગુરૂવારે લખનઉ લોકસભા સીટથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમનાં પતિ શત્રુઘ્ન સિન્હા પણ હાજર રહ્યા હતા. શત્રુઘ્નએ પોતાની પત્ની માટે લખનઉમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો. જો કે આ વાત કોંગ્રેસ ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પસંદ નહોતો આવ્યો. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા શત્રુને પાર્ટી ધર્મ નિભાવવાની સલાહ આપી હતી. શત્રુઘ્ન પણ તડની સામે ફડ કરવાનાં મુડમાં જ હતા. તેમણે પણ પોતાના ચિરપરિચિત અંદાજમાં કહ્યું કે, પરિવારને સપોર્ટ કરવો મારુ કર્તવ્ય છે.
લખનઉમાં રાજકીય ગણીતમાં ગડબડ
શત્રુઘ્ન સિન્હાએ ભાજપમાં બળવો કરીને કોંગ્રેસનો સાથ પકડ્યો હતો. એટલું જ નહી પટના સાહિબથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ તેમની પત્ની સપાની ઉમેદવારી મુદ્દે લખનઉથી ચૂંટણી મેદાને છે. યુપીમાં કોંગ્રેસ - સપા વચ્ચે ગઠબંધન નહી થવાનાં કારણે બંન્ને પાર્ટીનાં નેતાઓ અસહજ અનુભવી રહ્યા છે.
લખનઉથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ફરી એકવાર મેદાને છે. જો કે શત્રુઘ્ન અંગે હાઇકમાન્ડ શું વલણ અપનાવે છે તે તો આગામી સમય જ કહેશે. આમ તો સામાન્ય રીતે શત્રુઘ્ન પર વળતો પ્રહાર કર્યો છે, તેના કારણે સ્પષ્ટ છે કે આગામી સમયમાં તેઓ પૂન સિન્હા માટે પ્રચાર કરવાનું નહી છોડે.
ભાજપનો અભેદ્ય કિલ્લો છે લખનઉ
લખનઉને ભાજપનો અભેદ્ય દુર્ગ કહેવાઇ શકે છે. ગત્ત 28 વર્ષથી ભાજપનો કબ્જો છે આ સીટમાં. ભાજપ 1991થી આ સીટ પર બેઠેલા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ પરંપરા સીટ રહી છે. ભાજપે 1991, 1996, 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણીને આ સીટથી જીતી છે. 2009માં લાલજી ટંડનને ભાજપને અહીંથી ઉતાર્યું. તેમને પણ જીત મળી. 2014માં રાજનાથ સિંહ આ સીટથી ભારે મતોથી જીત થઇ. હવે સિંહ આ સીટથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે