MP: એક કલેક્ટરે ડે.કલેક્ટર સાથે કરી આવી વોટ્સએપ ચેટ? સ્ક્રિન શોટ થયો ખુબ વાઈરલ
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશના શહડોલના કલેક્ટર અનુભા શ્રીવાસ્તવ અને ડેપ્યુટી કલેક્ટર પૂજા તિવારી વચ્ચેની વોટ્સએપ ચેટનો સ્ક્રિનશોટ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જે મુજબ શહડોલના કલેક્ટર ડે.કલેક્ટરને વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવાનું કહી રહ્યાં છે. આ ચેટ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હતી. આ મામલે ડે.કલેક્ટર પૂજા તિવારીએ ત્રણ દિવસ પહેલા જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જો કે ઝી ન્યૂઝ આ ચેટની પુષ્ટિ કરતું નથી.
કલેક્ટર અનુભા શ્રીવાસ્તવ અને ડેપ્યુટી કલેક્ટર પૂજા તિવારી વચ્ચે થયેલી કથિત વાતચીત કઈંક આ પ્રકારની હતી.
"મને કોંગ્રેસ ક્લીન સ્વીપ જોઈએ. હું આરઓ ડેહરિયાને ફોન કરું છુ. પૂજા તારે એસડીએમનો ચાર્જ લેવો હોય તો જેતપુરમાં ભાજપને વિન (જીત) કરાવો."
"Ok Mam, હું મેનેજ કરું છું પરંતુ કોઈ તપાસ તો નહીં થાય"
"હું છું ને, મહેનત કરીશ તો ભાજપની સરકાર બનતા જ તને એસડીએમનો ચાર્જ મળશે."
FIR નોંધાઈ
આ મેસેજને લઈને ડેપ્યુટી કલેક્ટર પૂજા તિવારીએ પોલીસ સ્ટેશનમાં 3 દિવસ પહેલા એફઆઈઆર નોંધાવી છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ મામલો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. આ બાજુ ચૂંટણી પંચે આ ચેટની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યાં છે.
રાજ્યના શહડોલ જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો બ્યોહારી, જયસિંહનગર અને જેતપુર છે. જેમાંથી એક સીટ જેતપુરથી ભાજપના મનિષા સિંહે કોંગ્રેસના ઉમા ધુર્વેને ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યાં હતાં. ભાજપના મનિષા સિંહને 74279 મતો અને કોંગ્રેસના ઉમા ધુર્વેને 70063 મતો મળ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે