15 દિવસમાં તેલનો 'ખેલ', પેટ્રોલ અઢી રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા મોંઘુ થયુ
Trending Photos
નવી દિલ્હી: ગત 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ્ના ભાવમાં જે પ્રકારે ઝડપથી ભાવ વધી રહ્યા છે, તેનાથી ફરી એકવાર ખિસ્સાનું બજેટ બગડતું જોવા મળી રહ્યું છે. ગત 15 દિવસના મુકાબલે પેટ્રોલ અઢી રૂપિયા મોંઘુ થઇ ચૂક્યું છે, તો બીજી તરફ ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 5 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલ 68.29 રૂપિયા હતું, તો આજે તેની કિંમત 70.72 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. આ પ્રકારે 5 જાન્યુઆરીના રોજ ડીઝલનો ભાવ 62.16 રૂપિયા હતી, જે આજે વધીને 65.16 રૂપિયા થઇ ગઇ છે. શનિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 17 પૈસા અને ડીઝલના ભાવમાં 19 પૈસાનો વધારો થયો છે.
ક્યાં કેટલો ભાવ
મુંબઇમાં એક લીટર પેટ્રોલનો ભાવ 76.35 રૂપિયા અને ડીઝલ 68.22 રૂપિયા પહોંચી ચૂક્યો છે. ગુડગાવમાં પેટ્રોલ 71.56 રૂપિયા પહોંચી ગયો છે. નોઇડામાં પેટ્રોલના ભાવ 70.53 પૈસા અને ડીઝલની કિંમત 64.43 પૈસા પહોંચી ચૂકી છે.
ક્રૂડમાં ઓઈલમાં તેજીના સંકેત
જાણકારોને આશા છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં હજુ તેજી યથાવત રહેશે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. 27 ડિસેમ્બરથી સતત ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
બે રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે પેટ્રોલ
અત્યારે બ્રેંટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યા છે. જો ક્રૂડ ઓઈલ આ સ્તરથી ઉપર જાય છે તો પેટ્રોલના ભાવમાં 1 થી 2 રૂપિયાનો વધારો થઇ શકે છે. ગત થોડા દિવસોમાં ક્રૂડની કિંમતોમાં 50 ડોલર પ્રતિ બેરના સ્તર પર પહોંચી ગઇ હતી.
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે