કોચમાં ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા સિલિન્ડર? મદુરાઈ પાસે ટ્રેનમાં આગ, 9 લોકોના મોત

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક યાત્રી ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી 9 જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે

કોચમાં ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા સિલિન્ડર? મદુરાઈ પાસે ટ્રેનમાં આગ, 9 લોકોના મોત

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક યાત્રી ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી 9 જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના લખનઉ-રામેશ્વરમ એક્સપ્રેસમાં ઘટી. તમામ આઠ પીડિતો યુપીના રહીશ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ જે કોચમાં આગ લાગી તેમાં કુલ 55 મુસાફરો હતા. 

કેવી રીતે લાગી આગ
મળતી માહિતી મુજબ મદુરાઈ રેલવે સ્ટેશન પર યાત્રી ટ્રેનના એક કોચમાં અચાનક ભીષણ આગ લાગી. આગ સવારે 5.15 વાગ્યાની આજુબાજુ  લાગી. મદુરાઈના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પુષ્ટિ કરતા કહ્યું કે 9 લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે જેમને મદુરાઈની ગવર્મેન્ટ રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે. 

— Press Trust of India (@PTI_News) August 26, 2023

અધિકારીઓના જણાવ્યાં મુજ આગ લાગવાની ઘટનાની સૂચના લગભગ 5.15 વાગે મળી જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર ઊભી હતી. રેલવેના જણાવ્યાં મુજબ કેટલાક પેસેન્જરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને કોચમાં ઘૂસી ગયા હતા. રેલવેના જણાવ્યાં મુજબ કોઈ પણ જ્વલનશીલ પદાર્થ રેલવે કોચમાં લઈને જવાની કડક મનાઈ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો. 

ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા સિલિન્ડર
રેલવેના જણાવ્યાં મુજબ સ્ટેશન અધિકારી દ્વારા 26-8-23ના રોજ સવારે 5.15 વાગે મદુરાઈ યાર્ડમાં ખાનગી પાર્ટી કોચમાં આગ લાગવાની સૂચના આપવામાં આવી. તરત ફાયર સર્વિસને સૂચના આપવામાં આવી અને ફાયર ટેન્ડર અહીં 5.45 વાગે પહોંચ્યા. 7.15 વાગે આગ બૂઝાઈ લેવામાં આવી. કોઈ અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક ખાનગી પાર્ટી કોચ છે જેને કાલે નાગરકોઈલ જંક્શન પર જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ  કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યો છે. 

— ANI (@ANI) August 26, 2023

પ્રાઈવેટ પાર્ટી કોચમાં મુસાફરો ગેસ સિલિન્ડરને ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યા હતા અને આ કારણે આગ લાગી. આગ લાગવાની સૂચના પર અનેક મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ ઉપર જ ઉતરી ગયા હતા. અત્રે જણવવાનું કે કોઈ પણ વ્યક્તિ આઈઆરસીટીસી પોર્ટલ દ્વારા પાર્ટી કોચ બુક કરાવી શકે છે. તેને ગેસ સિલિન્ડર જેવી કોઈ પણ જ્વલનશીલ વસ્તુ લઈ જવાની મંજૂરી હોતી નથી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news