T20 World cup માટે ભારતીય મહિલા ટીમ જાહેર, આ સ્ટાર બોલરની થઈ વાપસી

ટી20 વિશ્વકપ માટે ભારતે 15 સભ્યોની મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. વિશ્વકપ સિવાય સાઉથ આફ્રિકામાં યજમાન ટીમ અને વેસ્ટ ઈન્ડિઝની સાથે રમાનારી ત્રિકોણીય સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે. 

T20 World cup માટે ભારતીય મહિલા ટીમ જાહેર, આ સ્ટાર બોલરની થઈ વાપસી

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2023 અને સાઉથ આફ્રિકામાં રમાનારી ત્રિકોણીય સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર શિખા પાંડેને ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવી છે. મહિલા ટી20 વિશ્વકપ 10થી 26 ફેબ્રુઆરી સુધી રમાશે. શિખાએ ભારત તરફથી છેલ્લી મેચ ઓક્ટોબર 2021માં રમી હતી, ત્યારબાદ તેને વિવાદાસ્પદ સ્થિતિમાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી. ભારતીય ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે વિશ્વકપ પહેલા દક્ષિણ આફ્રિકામાં રમાનારી ટ્રાઈ સિરીઝ માટે પણ ટીમ જાહેર કરી છે. 

ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ અને શિખા પાંડે.

— BCCI Women (@BCCIWomen) December 28, 2022

ત્રિકોણીય સિરીઝ માટે ભારતીય ટીમઃ  હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાની, સુષમા વર્મા, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, એસ મેઘના, સ્નેહ રાણા અને શિખા પાંડે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news