જેણે માત્ર રૂમાલ વડે 900થી વધુ લોકોની હત્યા કરી! જાણો સૌથી ખૂંખાર ભારતીય હત્યારાની ખતરનાક કહાની
રૂમાલથી 931 લોકોને મોતને ઘાટ ઉતારનારા હત્યારા વિશે તમે જાણો છો? આ છે ઈતિહાસનો સૌથી ખૂંખાર કિલર, જેનાથી અંગ્રેજો પણ ડરતા હતા. હિન્દુસ્તાનમાં 18મી સદીમાં એક એવો સીરિયલ કિલર હતો. જેનાથી અંગ્રેજો પણ ડરતા હતા. તેણે એટલા લોકોની હત્યા કરી હતી કે તેનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.
ઈતિહાસનો સૌથી ખૂંખાર હત્યારો
જેણે રુમાલથી 931 લોકોની હત્યા કરી હતી
આ સિરિયલ કિલરથી અંગ્રેજો પણ ડરતા હતા
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ ભારતનો એ સીરિયલ કિલર જેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. ભારતનો એ હત્યારો જેણે અંગ્રજોની ઉંઘ હરામ કરી હતી. ભારતનો અ સીરિયલ કિલર, જેણે વગર બંદૂક, ચપ્પુ કે કોઈ હથિયાર વિના 900થી વધુ લોકોની કરી હતી હત્યા. ભારતનો એ કિલર જેના કારનામાનો ઉલ્લેખ કેટલીક પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. એવો નિર્મમ હત્યારો જેની હુકુમત 50 વર્ષો સુધી ચાલી, અને જે અંગ્રેજોનો પણ ડરાવતો હતો. આ હત્યારાનો ખોફ લોકો 19મી સદી સુધી લોકોના મનમાં હતો. માત્ર તેનું નામ લોકોને ભયભીત કરવા કાફી હતું. એ સીરિયલ કિલરનું નામ છે બેહરામ. બેહરામને ઠગ બેહરામ પણ કહેવામાં આવતો હતો અને તેને કિંગ્સ ઓફ ઠગ્સનું નામ પણ મળ્યું હતું. બેહરામ જેવો ખોફ ના તો પહેલાં હતો, ના તો તેના પછી કોઈનો રહ્યો છે. બેહરામ અનોખી રીતે પોતાના શિકારની હત્યા કરતો.
દસ વર્ષમાં બન્યો હકો ઠગોનો સરદાર-
મધ્ય પ્રદેશના જબલપુરમાં 1765માં બેહરામનો જન્મ થયો હતો. બેહરામનું બાળપણ ખૂબ જ સામાન્ય હતું. પણ તેની દોસ્તી તેનાથી 25 વર્ષ મોટા સૈયદ અમીર અલી સાથે થઈ હતી. જે પોતાના સમયનો સૌથી ખોફનાક અને ખતરનાક ઠગ હતો. આ જ અમીર એલીએ ઠગોની દુનિયા સાથે બેહરાનની પરિચીત કરાવ્યો હતો. એકવાર ઠગોની દુનિયામાં આવ્યા બાદ કોઈ દિવસ બેહરામે પરત ફરીને ન જોયું અને બેહરામ ઠગોનો સરદાર બની ગયો. જ્યારે, ઠગોની દુનિયામાં બેહરામે પગ મુક્યો ત્યારે તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી. પરંતુ આવનારા 10 વર્ષમાં બેહરામે એટલા લોકોની હત્યા કરી કે તેના નામનો ખોફ દૂર દૂર સુધી ફેલાયો હતો.
વેપારી, પર્યટક અને સેનાના જવાનોને બનાવતો શિકાર-
તે સમયે સમાચારોને દેશના એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચવામાં વધારે સમય લાગતો હતો, કેમ કે સાધનો ઓછા હતા. તેમ છતા બેહરાનના ક્રાઈનની વાર્તાઓ દૂર દૂર સુધી લોકોના કાને પહોંચતી હતી. અને તેના નામનો ડર દેશના ચારો ભાગોમાં હતો. દિલ્લીથી લઈને ઝાંસી, ગ્વાલિયર, જબલપુર અને ભોપાલની સાથે સાથે કલકત્તા સુધી જનારા વેપારી, પર્યટક, તીર્થયાત્રી, પોલીસ અને સેનાના જવનો પણ બેહરામના રસ્તાથી પોતાનો રસ્તો અલગ રાખતા હતા. બેહરામ જે રસ્તે જતો તે રસ્તે કોઈ ન જતું. તે સમયે લોકો કાફિલામાં ફરતા, પણ બેહરામ અને તેની ગેંગ પુરે પુરા કાફલાને ગાયબ કરી દેતી હતી. એટલી હદ સુધી તેઓ ચાલાક હતા કે, પોલીસને કોઈની લાશ પણ ન મળતી.
હત્યારા ઠગોની ગેંગ અને હત્યાની અનોખી રીત-
કહેવામાં આવે છે કે, બેહરામ લગભગ 200 ઠગોની ગેંગ બનાવી હતી, જે પુરા મધ્ય ભારતમાં ફેલાયેલી હતી. એવું પણ કહેવાઈ છે કે, જે પણ આ ગેંગના શંકજામાં આવતું તે વ્યક્તિનું પછી પૈસા અને જીવ બચવો અઘરું હતું. જે સમયે બેહરામની હુકુમત હતી તે સમયે ઈસ્ટ ઈન્ડિયા કંપની પણ ભારતમાં પગ પસારી રહી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક ઓફિસરે પોતાના અહેવાલમાં લખ્યું છે કે, બેહરામે પોતાના જીવન દરમિયાન 931 લોકોની હત્યા કરી હતી. હત્યા કરવાની તેની મોડસ ઓપરન્ડી પણ ચોંકાવનારી હતી. તેની પાસે એક પીળા રંગનો રુમાલ હતો અને એક સિક્કો હતો. તે સિક્કાને રુમાલમાં નાખી તે પોતાના શિકારનું ગળું દબાવતો.
ઠગ બેહરામ અને તેના ગેંગનો આતંક વધતો જઈ રહ્યો હતો. અને બીજી બાજુ ઈંગ્લેન્ડમાં અંગ્રેજી હુકુમત સાથે સાથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઓફિસરોમાં બેહરામનો ખોફ વધતો હતો. એક બ્રિટિશ ઓફિસરના અહેવાલ મુજબ વર્ષ 1822થી પહેલા બેહરામને શોધવા જે પણ અધિકારીને મોકલવામાં આવ્યા હતા. તેમને બેહરામે મારી નાખ્યા હતા. ત્યારે, બ્રિટિશ સરકારે તેમના સૌથી હોશિયાર અને ચાલાક ઓફિસર કેપ્ટન વિલિયમ હેનરી સ્લીમૈનને ભારત મોકલ્યો હતો.
કેપ્ટન સ્લીમેને ફેલાવ્યો મુખબિરોનો જાળ-
વર્ષ 1822માં કેપ્ટન વિલિયમ હેનરી સ્લીમેનને મધ્ય ભારતના નરસિંહપુર જિલ્લાના મેજિસ્ટ્રેટ બનાવાયા હતા. ઠગોની ગેંગને પકડવા કેપ્ટન વિલિયન જંગલોમાં ભટકતા રહ્યા પણ તેમના હાથે કઈ ના લાગ્યું.
ત્યારે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લોર્ડ વિલિયમ્સ બેન્ટિકને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા. બેન્ટિકનો વિચાર સાફ હતો તેમને પુરા ભારતમાં અંગ્રેજોનો ડંકો વગાડવો હતો, પણ તેમની સામે ઠગ બેહરામ નામની સમસ્યા તેમના રસ્તામાં આવી ઉભી હતી, જેનાથી અંગ્રેજો ડરતા હતા. જેથી બેન્ટિકે સ્લીમેનને પુરી છુટ આપી અને સાથે જ એક સેનાની ટુક્ડી પણ આપી, જેથી તે સુરક્ષિત રહી શકે. કેપ્ટન સ્લીમને મુખબિરોનું જાળ બનાવવા પાછળ પાણીની જેમ પૈસા વાપર્યા અને જલ્દી જ તેમને બેહરામના ગુરુ અમીર અલીનું ઠેકાણું મળી ગયું. જેથી બ્રિટિશ સેન્ય અમીર અલીના ઘરે તેને પકડવા પહોંચી, પણ અમીર અલીને તેમના હાથ ના લાગ્યો. જેના પગલે અંગ્રજ ઓફિસરોએ અમીર અલીના પરિવારને પકડી લીધા હતા.
ગુરુએ પકડાવ્યો ચેલાને-
મહિનાઓના સંઘર્ષ પછી, આખરે 1832માં, અમીર અલીએ પોતાના પરિવારને બચાવવા માટે બ્રિટિશ સેનાને આત્મસમર્પણ કર્યું. પરંતુ કેપ્ટન સ્લીમેને અમીર અલીને બદલે ઠગ બહેરામનું સરનામું જાણવા માંગતો હતો, તેથી કેપ્ટન સ્લીમને તેની યુક્તિઓથી અમીર અલીનું મોં ખોલી નાખ્યું અને ઠગ બહેરામનું સરનામું જાણી લીધું. અમીર અલી પાસેથી ઠગ બહેરામનું સરનામું જાણ્યા પછી પાંચ વર્ષ સુધી કેપ્ટન સ્લીમાનને સફળતા ન મળી. પરંતુ વર્ષ 1838માં એક દિવસ બહેરામનું ભાગ્ય તેને કેપ્ટન સ્લીમેનની સામે લાવ્યું અને અમીર અલીના બાતમીદારે તેને ઠગની ચુંગલમાં ફસાવી દીધો હતો. ઓફિસરની ડાયરીમાં લખેલા શબ્દો અનુસાર જ્યારે બ્રિટિશ સેનાએ તેને પકડ્યો ત્યારે બહેરામની ઉંમર 75 વર્ષથી વધુ હતી. ઠગ બહેરામ વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં આગામી બે વર્ષ સુધી ટ્રાયલ ચાલતી રહી. અને 1840માં બહેરામને જબલપુર નજીક કટનીના સ્લિમનાબાદમાં એક ઝાડ પર ખુલ્લેઆમ ફાંસી આપવામાં આવી હતી. અને તેની સાથે 40 વધુ ગુંડાઓને ફાંસી આપવામાં આવી હતી. જ્યારે કેટલાક ગુંડાઓ બ્રિટિશ ઓફિસરની સામે ઘૂંટણિયે પડ્યા હતા, જેના કારણે તેમને સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા હતા.
931 લોકોની હત્યાનો આરોપ-
કેપ્ટન સ્લીમેનના અહેવાલમાં જણાવાયું છે કે બેહરામની ગેંગમાં 200 ઠગ હતા જેઓ ખૂની હતા. અને આ લોકો એક જ રીતે હત્યાને અંજામ આપતા હતા. તેઓ રૂમાલમાં સિક્કો નાખીને પીડિતાનું ગળું દબાવતા હતા અને ત્યારબાદ આ લોકોની લાશને કૂવામાં ફેંકી દેતા હતા. બ્રિટિશ ડાયરીમાંથી હત્યાનો આંકડો 931 સુધી પહોંચે છે, પરંતુ એ પણ સાચું છે કે આ કદાચ છેલ્લી ગણતરી નથી. અંગ્રેજ અધિકારીઓએ પણ પોતાની ડાયરીમાં આ વાત લખી છે કે આ ટોળકીએ આનાથી વધુ લોકોને માર્યા હશે. કેપ્ટન સ્લીમનના તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બેહરામના ઠગ અને તેની ટોળકી ચોક્કસ ભાષામાં વાત કરતા હતા, જે કોઈને સમજાતી ન હતી. અંગ્રેજોના જાસૂસોએ પણ એ ભાષાને સમજવાની ઘણી કોશિશ કરી પણ એ લોકો પણ એને ડીકોડ કરી શક્યા ન હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે