Kerala Assembly Election: ચૂંટણી ટાણે Congress ના દિગ્ગજ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા ગણાતા પીસી ચાકોએ ચૂંટણી ટાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા સન્નાટો છવાયો છે. અત્રે જણાવવાનું કે કેરળ વિધાનસભા ચૂંટણીનું 6 એપ્રિલના રોજ મતદાન છે અને 2જી મેના રોજ પરિણામનો દિવસ છે. 

Kerala Assembly Election: ચૂંટણી ટાણે Congress ના દિગ્ગજ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

નવી દિલ્હી: કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ (Congress) ને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા પીસી ચાકો (PC Chacko) એ રાજીનામું આપી દીધુ છે. આ વાતની જાણકારી આપતા તેમણે કહ્યું કે મેં કોંગ્રેસ છોડી દીધી છે અને મારું રાજીનામું વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધુ છે. તેમણે કહ્યું કે કેરળમાં કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. હાઈકમાનને હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી કરીને થાકી ગયો. ચાકોએ કહ્યું કે કેરળ કોંગ્રેસમાં જે કઈ થઈ રહ્યું છે તેને હાઈકમાન ચૂપચાપ જોઈ રહ્યા છે. 

કેરળમાં ટિકિટ વહેંચણી પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે જ પીસી ચાકોએ કેરળમાં પાર્ટીની ટિકિટ ફાળવણી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે હું કેરળથી આવું છું, ત્યાં કોંગ્રેસ જેવી કોઈ પાર્ટી નથી. કેરળમાં કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. ત્યાં 2 પાર્ટી છે- કોંગ્રેસ (આઈ) અને કોંગ્રેસ (એ). અહીં 2 પાર્ટીની કોઓર્ડિનેશન કમિટી છે. જે KPCC તરીકે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેરળમાં ટિકિટની ફાળવણી પાર્ટીએ કરી નથી. કેરળના લોકો કોંગ્રેસની વાપસી ઈચ્છે છે પરંતુ ટોચના નેતાઓ જૂથબાજીમાં લાગ્યા છે. હું હાઈકમાનને કહી ચૂક્યો છું કે આ બધુ ખતમ થવું જોઈએ પરંતુ હાઈકમાન બંને સમૂહોના પ્રસ્તાવોથી પણ સહમતિ જતાવી રહ્યા છે.  

— ANI (@ANI) March 10, 2021

કેરળમાં 6 એપ્રિલના રોજ 140 બેઠકો પર મતદાન
અત્રે જણાવવાનું કે કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે 6 એપ્રિલના રોજ મતદાન છે અને 2જી મેના રોજ પરિણામનો દિવસ છે. 140 બેઠકોમાંથી એક સીટ નોમિનેટેડ હોય છે. કેરળની 140 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news