કોંગ્રેસના વરિષ્ઠ નેતા Oscar Fernandes નું 80 વર્ષની ઉંમરે નિધન, છેલ્લા ઘણા સમયથી હતા બીમાર

જુલાઈ મહિનામાં ઘરમાં યોગ કરવા દરમિયાન પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેઓ સતત હોસ્પિટલમાં દાખલ હતા. 
 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Oscar Fernandes નું 80 વર્ષની ઉંમરે નિધન, છેલ્લા ઘણા સમયથી હતા બીમાર

બેંગલુરૂઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું સોમવારે નિધન થયુ છે. તેઓ છેલ્લા એક મહિનાથી બીમાર હતા અને મેંગલુરૂની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ તરફથી આપવામાં આવી જાણકારી પ્રમાણે હાર્ટ એટેકને કારણે 80 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. 

માથામાં થઈ હતી ગંભીર ઈજા
જુલાઈ મહિનામાં ઘરમાં યોગ કરવા દરમિયાન પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેઓ સતત હોસ્પિટલમાં દાખલ હતા. પોતાના 50 વર્ષના રાજકીય કરિયરમાં ઓસ્કર ફર્નાન્ડિસ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચુક્યા છે. 

ઓસ્કર ફર્નાન્ડિસને ગાંધી પરિવારના નજીકના માનવામાં આવતા હતા અને તેઓ પાર્ટી તથા યૂપીએ સરકારમાં મહત્વની જવાબદારી નિભાવી ચુકયા છે. યૂપીએ સરકાર દરમિયાન ફર્નાન્ડિસ રોડ પરિવહન મંત્રી પણ રહ્યા હતા અને વર્તમાનમાં પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ હતા. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચુક્યા છે. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે. 

સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહ્યા
વર્ષ 1980માં તેઓ કર્ણાટકની ઉડૂપી લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ ઘણીવાર અહીંથી ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા હતા. વર્ષ 1998માં કોંગ્રેસે તેમણે રાજ્યસભામાં મોકલ્યા અને ત્યારબાદ તેઓ ઉપલા ગૃહના સભ્ય હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news