J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલોનો વિસ્ફોટકોનો જથ્થો પકડાયો

જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષાદળો (Security Force)એ આતંકવાદીઓના એક કાવતરાને નિષ્ફળ કર્યું છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે. 

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલોનો વિસ્ફોટકોનો જથ્થો પકડાયો

જમ્મુ: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષાદળો (Security Force)એ આતંકવાદીઓના એક કાવતરાને નિષ્ફળ કર્યું છે. કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે. 

जम्मू कश्मीर: सुरक्षाबलों की बड़ी कामयाबी, कठुआ से 40 किलो विस्फोटक बरामद

સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષાદળો હવે એ તપાસમાં લાગી ગયા છે કે આ વિસ્ફોટકો કયા હેતુથી લાવવામાં આવ્યા હતાં. 

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ઘાટીમાં ફરીથી આતંકીઓ સક્રિય થઈ રહ્યાં છે. કાશ્મીરમાં આતંકવાદીઓને લઈને સુરક્ષા એજન્સીઓએ મહત્વનો રિપોર્ટ આપ્યો છે. એક અહેવાલ મુજબ કાશ્મીરમાં 237 આતંકીઓ સક્રિય છે. તેમાંથી 166 સ્થાનિક આતંકીઓ જ્યારે 107 પાકિસ્તાની આતંકીઓ છે.

જુઓ LIVE TV

ઘાટીમાં સૌથી વધુ 112 આતંકીઓ લશ્કર એ તૈયબાના છે અને 100 આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીનના છે. આતંકી સંગઠન જૈશના 59 અને અલ બદર ગ્રુપના 3 આતંકીઓ સક્રિય છે. તેમાંથી 158 આતંકીઓ દક્ષિણ કાશ્મીર, 96 આતંકીઓ ઉત્તરી કાશ્મીર અને મધ્ય કાશ્મીરમાં 19 આતંકીઓ મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news