'દીકરી, હું તારી વાત સાંભળીશ, નીચે ઉતર', પીએમ મોદીની રેલીમાં છોકરી પોલ પર ચડી
તેલંગણામાં પીએમ મોદીની જનસભા દરમિયાન એક યુવતી લાઇટ-સાઇન્ડ માટે બનાવવામાં આવેલા ટાવર પર ચડી ગઈ હતી. ત્યારબાદ પીએમ મોદીએ તેને નીચે ઉતરવાની અપીલ કરી હતી.
Trending Photos
હૈદરાબાદઃ તેલંગણામાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સિકંદરાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીની જનસભામાં એક યુવતી લાઇટ-સાઇન્ડ માટે બનાવવામાં આવેલા ટાવર ઉપર ચડી ગઈ હતી. પીએમ મોદીએ જ્યારે યુવતીને ટાવર ઉપર ચડતી જોઈ તો તેને નીચે ઉતરવાની અપીલ કરી હતી.
પીએમ મોદીએ યુવતીને કહ્યું- દીકરી હું તારી વાત સાંભળીશ, નીચે ઉતરી જા. યુવતી પીએમ મોદી સાથે વાત કરવા ઈચ્છતી હતી. આ પહેલા તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે અમારી સરકારની પ્રાથમિકતા ગરીબોનું કલ્યાણ કરવાની છે.
#WATCH | Secunderabad, Telangana: During PM Modi's speech at public rally, a woman climbs a light tower to speak to him, and he requests her to come down. pic.twitter.com/IlsTOBvSqA
— ANI (@ANI) November 11, 2023
તંત્રની ચિંતા વધી
અચંબિત કરનારી આ ઘટના ત્યારે બનીજ જ્યારે પીએમ મોદી જનસભાના સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે એક યુવતીએ ત્યાં લાઈટ અને સાઉન્ડ માટે અસ્થાયી રીતે બનાવવામાં આવેલ ટાવર પર ચડી ગઈ હતી. આ દ્રશ્ય જોતા પોલીસ અને તંત્ર પણ ચિંતામાં મુકાયા હતા. જ્યારે પીએમ મોદીની નજર તેના પર પડી તો તેમણે તેને નીચે ઉતરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે તે તેની વાત સાંભળશે. તેમના આશ્વાસન અને અપીલ બાદ યુવતી આખરે માની અને ટાવરથી નીચે ઉતરી હતી. આ ઘટનાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
તેલંગણાના લોકોને નિરાશ કર્યાં
બીઆરએસ સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા અહીં બનેલી સરકાર તેલંગણાના ગૌરવ અને સન્માનની રક્ષા કરી શકી નથી. દુનિયા તેલંગણાના લોકોની ક્ષમતાઓની પ્રશંસા કરે છે. પરંતુ તેલંગણા સરકારે લોકોને નિરાશ કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે