દિલ્હી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, પીસી ચાકોનાં રાજીનામાની ઉઠી માંગ
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ દિલ્હી કોંગ્રેસનાં નેતાઓનું એક મોટુ જુથ પાર્ટીનાં દિલ્હી પ્રભારી પીસી ચાકોનાં વિરોધમાં સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે અને તેમને હટાવવા માટેની માંગ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન મુદ્દે કોંગ્રેસની આમ આદમી પાર્ટી (આપ) સાથે લાંબી વાતચીત થઇ હતી, જો કે બંન્ને વચ્ચે તાલમેલ બેસી શક્યો નહોતો. ચાકો આ વાતચીત દરમિયાન કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા હતા. સામાન્ય રીતે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ શીલા દીક્ષિત અને રાજ્ય એકમનાં કેટલાક અન્ય વરિષ્ઠ નેતા આપની સાથે ગઠબંધનનો વિરોધ કરી રહ્યા હતા.
હાથ ન મિલાવી અપમાન કર્યા બાદ આતંકવાદ મુદ્દે પણ PM મોદીએ પાક.ની ઝાટકણી કાઢી
ચાકો 2014માં દિલ્હીના પ્રભારી બન્યા
આ ચૂંટણીમાં કોંગ્રેસ દિલ્હીનાં સાતેય લોકસભા સીટો પર હારી ગયું. એટલે સુધી કે શીલા દીક્ષિત અને અજય માકન જેવા દિગ્ગજ ચહેરાઓએ પણ હારનો સામનો કરવો પડ્યો. ચાકોને નવેમ્બર 214માં દિલ્હીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
ચાકોએ શા માટે ન આપવું જોઇએ રાજીનામું ?
હું મોતથી નહી પરંતુ મોત મારાથી ગભરાય છે, મને રોકવાની હિંમત કોઇ પાસે નહી: મમતા
દિલ્હી કોંગ્રેસનાં નેતા રોહિત મનચંદાએ કહ્યું કે, ચાકોના નેતૃત્વમાં પાર્ટી તમામ ચૂંટણીઓ હારી છે. પછી તે લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા ચૂંટણી હોય કે એમસીડી ચૂંટણી હોય. જો નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધી રાજીનામા અંગે વિચારી શકે છે તો ચાકો શા માટે હજી સુધી રાજીનામા અંગે કંઇ પણ ઉચ્ચારી નથી રહ્યા.
મમતાના ભત્રીજા બાદ કોલકાતા મેયરની દિકરી પણ હડતાળમાં જોડાઇ, કહ્યું શરમ કરો
દિલ્હી કોંગ્રેસનાં અનેક નેતાઓએ પણ મનચંદાના મંતવ્યનું સમર્થન કર્યું છે. વર્ષ 2004માં સાકેત વિધાનસભઆ સીટથી વિધાનસભા ચૂંટણી લડી ચુકેલા મનચંદાએ તેવો પણ આરોપ લગાવ્યો કે ચાકોએ દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. ચાકોએ મનચંદાના આરોપોનુ ખંડન કરતા ચાકોએ જણાવ્યું કે, આવું કંઇ જ થયું નથી, હું તેમને સારી રીતે ઓળખતો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે