Opinion: PM મોદીનો એ 'ગુજરાતી ફોર્મ્યૂલા' જેના દમ પર 25 વર્ષથી છે 'અજેય', વિપક્ષ પાસે અત્યારે પણ કોઈ તોડ નહીં

પીએમ મોદીને સતત ત્રીજીવાર સત્તામાં આવતા રોકવા માટે  I.N.D.I. ગઠબંધન બનાવ્યું હતું, ફેબ્રુઆરી આવતા આવતા વેરવિખેર થવા માંડ્યું છે. રાહુલ ગાંધી જ્યાં પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. જ્યારે મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, જેવા પ્રાદેશિક પક્ષોના નેતા હવે પોતાના દમ પર ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે.

Opinion: PM મોદીનો એ 'ગુજરાતી ફોર્મ્યૂલા' જેના દમ પર 25 વર્ષથી છે 'અજેય', વિપક્ષ પાસે અત્યારે પણ કોઈ તોડ નહીં

PM Narendra Modi: દેશમાં એકવાર ફરીથી ચૂંટણીનો માહોલ છે. આ ચૂંટણી પહેલા પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ આત્મવિશ્વાસથી છલોછલ છે. આ વખતે તેણે 400 પારનો નવો નારો પણ બુલંદ કર્યો છે. જે હવે તેમની જનસભાઓમાં ગૂંજવા લાગ્યો છે. ભાજપનો આ કોન્ફિડન્સ પીએમ મોદીની સભાઓમાં જોવા મળે છે. જેમાં તેઓ આગામી ટર્મમાં કરવામાં આવનારા કામોની રૂપરેખા જનતા સમક્ષ રજૂ કરે છે. જે દેશની જનતા પર તેમના ભરોસોને દર્શાવે છે કે આવનારી ચૂંટણીમાં તેઓ ફરીથી તેમને મત આપીને ભાજપની સરકારને રિપિટ કરશે. 

વિપક્ષી ગઠબંધન વેરવિખેર
પીએમ મોદીને સતત ત્રીજીવાર સત્તામાં આવતા રોકવા માટે  I.N.D.I. ગઠબંધન બનાવ્યું હતું, ફેબ્રુઆરી આવતા આવતા વેરવિખેર થવા માંડ્યું છે. રાહુલ ગાંધી જ્યાં પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. જ્યારે મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, જેવા પ્રાદેશિક પક્ષોના નેતા હવે પોતાના દમ પર ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે. જ્યારે નીતિશકુમાર તો ભાજપ સાથે ગઠબંધન સરકાર જ બનાવી ચૂક્યા છે. 

પીએમ મોદીની પિચ પર વિપક્ષના નાચ
રાજકીય પંડિતોનું કહેવું છે કે વિપક્ષી દળ ભલે ગમે તેટલું ઈચ્છે પણ ભાજપને સતત ત્રીજીવાર સત્તામાં આવતો રોકવો એ તેમના માટે ખુબ મુશ્કેલ છે. અસલમાં પીએમ મોદીએ છેલ્લા 5 વર્ષમાં રાજકીય પિચ એ રીતે સેટ કરી દીધી છે કે વિપક્ષ પાસે કરવા માટે જાણે કશું બચ્યું જ નથી. દેશમાં પીએમ મોદી જે મુદ્દા ઉઠાવે તેની જ ચર્ચા થઈ રહી છે અને જે વાત વિપક્ષી નેતાઓ  કહે તેના પર જનતા ભરોસો કરી શકતી નથી. 

અજેય બનાવનારો ફોર્મ્યૂલા
સૌથી મોટી વાત પીએમ મોદી આ ચૂંટણીમાં એકવાર ફરીથી 'ગુજરાતવાળો ફોર્મ્યૂલા' અપનાવી રહ્યા છે. જેને તેમને સતત 15 વર્ષ સુધી ગુજરાતની સત્તા પર બિરાજમાન રાખ્યા. ગુજરાત બાદ જ્યારે કેન્દ્રમાં આવ્યા તો તે અજેય ફોર્મ્યૂલા પર કામ કરતા કરતા પીએમ બની ગયા. હવે તેઓ છેલ્લા 10 વર્ષથી કેન્દ્રની સત્તામાં છે અને વિપક્ષ દર વખતે એ આશા કરે છે કે 5 વર્ષ બાદ ચૂંટણી આવશે તો તેમને એન્ટી ઈન્કબન્સીથી મદદ મળશે પરંતુ પીએમ મોદી ફરીથી પોતાના એ જ 'બ્રહ્માસ્ત્ર'ને બહાર કાઢે છે અને વિપક્ષ ધરાશાયી થઈ જાય છે. 

નથી મળતો કોઈ તોડ
આખરે એવો તે કયો ફોર્મ્યૂલા છે જેનો વિપક્ષ પાસે હજુ સુધી કોઈ તોડ નથી અને નરેન્દ્ર મોદી 'અજેય બાદશાહ' બનેલા છે. આ ફોર્મ્યૂલા છે- 'આસ્થા અને વિકાસ'. એટલે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની સાથે કલ્યાણકારી યોજનાઓની લાઈન લગાવી દેવી. આ ફોર્મ્યૂલા તેમણે ગુજરાતની સત્તામાં આવ્યા ત્યારે પોતે શોધ્યો હતો. જે હેઠળ હિન્દુ આસ્થાયો સાથે જોડાયેલા પ્રાચીન ગૌરવને દેશમાં પુર્નસ્થાપિત કરવા પર ભાર છે તો તેજ વિકાસ દ્વારા દેશના કાયાકલ્પ કરવાનો પ્રણ છે. 

તમે તેને એ રીતે સમજી શકો કે  પીએમ મોદી જ્યાં કેદારનાથ, બદ્રીનાથ જાય છે તો ચાર ધામ કનેક્ટિવિટી માટે પહોળા રસ્તાનું કામ પણ શરૂ કરાવે છે. તેઓ રામ મંદિરનું ઉદ્ઘાટન કરે છે તો વંદે ભારત, પહોળા હાઈવે, સહિત અનેક યોજનાઓને દેશને સમર્પિત પણ કરે છે. તેઓ સોમવારે યુપીના સંભલમાં કલ્કિ ધામના શિલાન્યાસમાં ગયા તો બપોરે લખનઉમાં જઈને 10 લાખ કરોડ રૂપિયાની રોકાણ યોજનાઓનું ભૂમિ પૂજન કર્યું. તેઓ આ બંને કામોમાં બરાબર તાલમેળ રાખે છે. જેનાથી દેશની જનતાને સંતુષ્ટિ અને ગૌરવનો અહેસાસ થાય છે. 

આત્મવિશ્વાસ પાછો ફરી રહ્યો છે
પીએમ મોદીના આ ફોર્મ્યૂલાનો જ કમાલ છે કે જ્યાં દેશની બહુસંખ્યક જનતામાં  વર્ષોથી દબાયેલો આત્મવિશ્વાસ અને ગૌરવ પાછું ફરી રહ્યું છે. વિકાસ કાર્યોના કારણે તેમની જિંદગી પણ પહેલા કરતા વધુ સરળ બની ગઈ છે. લોકોને લાગે છે કે આ તેમનો સમય છે અને હવે ગુમાવવો નથી. જ્યારે તેઓ પીએમ મોદીને મત આપે છે તો આમ કરીને તેઓ કોંગ્રેસ પ્રત્યે પોતાનો ગુસ્સો પણ દેખાડે છે. જેણે 70 વર્ષ સુધી દેશ પર રાજ કરવા છતાં તૃષ્ટિકરણનીતિના કારણે ક્યારેય રાષ્ટ્રવાદ પર ધ્યાન આપ્યું નહીં. 

કોંગ્રેસની નીતિઓથી લોકોમાં નિરાશા
લોકોને લાગે છે કે જો કોંગ્રેસ એકવાર ફરીથી સત્તામાં આવશે તો તૃષ્ટિકરણનું રાજ પાછુ ફરશે અને બહુસંખ્યક લોકોએ ફરીથી દબાઈને રહેવું પડશે. તેમનું કોઈ સાંભળશે નહીં અને બધા કાયદા તેમના વિરુદધ બનાવવામાં આવશે. તેમનામાં એ પણ ડર છે કે કોંગ્રેસનું રાજ આવશે તો દુનિયામાં ભારતનો જે ડંકો વાગે છે તે બંધ થઈ જશે અને ફરીથી પશ્ચિમી દેશોના પીઠ્ઠુ બનવા પર મજબૂર થઈ જઈશું. કોંગ્રેસ પ્રત્યે આ વિચાર લોકોને પીએમ મોદી સાથે જોડાવવા માટે વધુ પ્રેરિત કરે છે. 

આ જ કારણ છે કે પીએમ મોદીનો ગુજરાતી ફોર્મ્યૂલા આ વખતે પણ નિશાન પર લાગતો જોવા મળી રહ્યો છે. ભાજપના અબ કી  બાર 400 પાર ના નારાની વિપક્ષી દળો ભલે મજાક ઉડાવતા હોય પરંતુ સમગ્ર દેશમાં હાલ પીએમ મોદી અને ભાજપ પ્રત્યે જે રીતે અંડર કરન્ટ દોડી રહ્યો છે તે મુજબ જો તેમની સીટો 400થી વધુ આવે તો નવાઈ ન લાગે. જોવા જેવી વાત એ છે કે પોતાની હાર ટાળવા માટે કોંગ્રેસ ભૂતકાળની ભૂલોથી કઈ શીખવા માટે તૈયાર થાય છે કે નહીં કે પછી ગત નીતિઓ પર ચાલીને ભાજપને વોકઓવર આપી દેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news